સુરત: સાડા 3 વર્ષની બાળકીની અંતિમ વિદાયમાં લોકો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડયા, તસવીરો જુઓ કેવો હતો માહોલ
માસુમ બાળકીની લાશ પીએમ કરાવી પરિવારજનો મંગળવારે બપોરે ઘરે પરત ફર્યાં હતા ત્યારે કેટલાંક અસામાજિક તત્વોએ બાઈક પર ધસી આવીને ગોડાદારા ખાતે ફુટની લારીવાળા પર ગુસ્સો ઠાલવ્યો હતો.
સાવચેતીના પગલાંરૂપે દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. હજારો લોકો સ્મશાનભૂમી પર શ્રદ્ધાંજલિ આપવાં સ્વંયભૂ પહોંચી ગયા હતા. તેમની માંગ હતી કે, હેવાનને ફાંસી આપો.
પોલીસની લાખ સમજાવટ છતાં તેઓ તૈયાર ન હતાં. ત્યાર બાદ રકઝક બાદ માંડ સમજ્યાં પરંતુ લોકોનો આક્રોશ જોતાં શબવાહિનીને બીજા રસ્તેથી લઈ જવી પડી હતી. રસ્તામાં ટોળાંએ લારીઓ ઊંધી વાળી અને બસો અટકાવી દીધી હતી. શબયાત્રા નીકળી ત્યારે પાંચસો જેટલી પોલીસ ખડકી દેવામાં આવી હચી.
સુરતઃ ગોડાદરામાં 20 વર્ષના પાડોસીએ સાડા ત્રણ વર્ષની બાળકી પર આચરેલી હેવાનિયત અને હત્યા પછી લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મંગળવારે સવારે સ્મીમેર ખાતે સેંકડો લોકો પહોંચી ગયા હતાં. જ્યાં સુધી આરોપી પકડાય નહીં ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.