અમદાવાદમાં પ્રથમ વરસાદે પડ્યા ડઝનેક ભૂવા, વાહનચાલકો પરેશાન, તસવીરો જુઓ મોટા મોટા ખાડા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ શહેરમાં અડધો ડઝનથી વધુ ભૂવા પડ્યા હતા. શહેરના જીવરાજ પાર્ક, મણિનગર, નારાયણપુરા, વેજલપુર, બાપુનગર,ગોમતીપુર, રખિયાલ,દાણીલીમડા અને ઘોડાસરમા ભુવા પડયા હતા. જીવરાજ પાર્ક વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તેની નજીકમાં જ ભૂવો પડતા તંત્ર કામે લાગી ગયું હતું. હેલ્મેટ સર્કલ પાસે ભૂવાને છૂપાવવા માટે તંત્રએ માટીથી પુરાણ કર્યુ હતું અને ડામર નાખ્યો હતો. ભૂવાને લીધે રાજ્યમાં 150 લોકોના મોત થાય છે.
132 ફીટ રિંગ રોડ પર નારાણપુરાના જોડતા સર્વિસ રોડ વરસાદ બાદ ખુબ જ ખરાબ હાલતમાં છે. રસ્તો પર ખાડા પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે રસ્તા પર ઈંટ અને કાંકરા નાખી સમથલ કરવાનો તંત્ર દ્ધારા પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈંદ્રપુરી વોર્ડ પાસે વરસાદ બાદ ભુવો પડ્યો હતો..કોર્પોરેશન હાલ નામ પુરતા ભુવામાં માટી નાખી પુરવાનું કામ કરી રહી છે. જો કે ત્રણ મહિના પહેલા પણ આજ જગ્યાએ માટી ઘસી પડી હતી. ત્યારે હાલ ફરીથી માટી નાખવાનું કામ ચાલી રહ્યું
અમદાવાદના વેજલપુરમાં ભૂવો પડ્યાને 48 કલાક જેટલો સમય થયો..જો કે હજી સુધી અમદાવાદ કોર્પોરેશન આ ભૂવો પૂરી શકી નથી.સતત ગટરનું પાણી ચાલુ રહેતા ભૂવો પૂરી શકાયો નથી આ મસમોટા ભૂવાને કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આતંકી હુમલા કરતા પણ રોડના ભૂવાના કારણે વધુ મોત થાય છે તેવા સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ તમારી ચેનલ એબીપી અસ્મિતાએ રાજ્યમાં મોટા શહેરોમાં ભૂવાની શું સ્થિતિ છે તેની પડતાલ શરૂ કરી છે. ચોમાસામાં જ મોટા શહેરોમાં ભૂવાઓનું સામ્રાજ્ય સર્જાયું છે. અમદાવાદમાં બે કલાક વરસાદ પડ્યો.. પણ એ જ વરસાદી પાણીમાં AMCના 175 કરોડનું બજેટ ક્યાંક રસ્તા પર વહી ગયું હતું. શહેરમાં વરસાદના કારણે અડધો ડઝનથી વધુ ભૂવા પડ્યા છે..
- - - - - - - - - Advertisement - - - - - - - - -