સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2018 04:49 PM (IST)
1
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લાબા વિરામા બાદ વરસાદે એન્ટ્રી કરી છે. વરસાદના કારણે ચારે બાજુ પાણી ફરી વળ્યા છે.
2
લાંબા વિરામ બાદ રાજકોટમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટના ગોંડલ, જસદણ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
3
રાજકોટ: સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.