કઈ તારીખે ગુજરાતમાં સારો વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી, જાણો વિગત
ગુજરાતમાં 23મી ઓગસ્ટના રોજ પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે 24 કલાકમાં જુનાગઢ, જામનગર, દ્વારકામાં વરસાદ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App24 કલાકમાં જૂનાગઢ, જામનગર, દ્વારકામાં વરસાદ પડશે જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 26 ઓગસ્ટના રોજ સારો વરસાદ પડવાની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ એર સાયક્લોનિક સિસ્ટમને કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 69 ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદનું જોર યથાવત રહેવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -