અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંઘની આવી છે પર્સનલ લાઈફ, જાણો વિગત
તેમણે એક પર્વતા રોહક તરીકે 2015માં હિમાલયના રૂપકુંડ લેકમાં 16 હજાર 500 મીટર ઉંચાઈએ પહોંચ્યા હતા.
તેઓ દિવસ દરમિયાન ચારવાર જમવાનું જમે છે. જેમાં સલાડથી લઈ ફ્રાઈડ રાઈસ અને મીઠાઈઓ પણ સામેલ છે. પોતાના શરીરને લઈને પણ બહુ જ ચિંતા કરે છે.
એ.કે.સિંઘ ફિટનેસ પ્રત્યે પણ એટલા જ જાગૃત છે. તેમણે માત્ર ચાર વર્ષની ઉંમરે સ્વિમિંગની શરૂઆત કરી દીધી હતી. જ્યારે 2001માં ભુજમાં પોસ્ટિંગ દરમિયાન જીમમાં જવાની શરૂઆત કરી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘને એડવેન્ચર પ્રત્યે પણ ખૂબ લગાવ છે. તેઓ જ્યારે 1982થી 1985 દરમિયાન ટાટા સ્ટીલના જમશેદપુરમાં કામ કરતા હતા ત્યારે તેઓ એડવેન્ચરના પ્રેમમાં પડ્યા હતા.
એ.કે. સિંઘ વહેલા ઉંઘી જાય છે અને સવારના 6 વાગ્યાની આસપાસ ઉઠી જાય છે. ત્યાર બાદ જીમમાં જાય છે અથવા તો સ્વિમિંગ કરવા જાય છે. જો તેઓ સવારમાં વર્ક આઉટ ન કરી શકે તો સાંજે જ વર્ક આઉટ કરી લે છે. સવારના 10થી 11 વાગ્યાની અંદર જ ઓફિસ પહોંચી જાય છે. જ્યાં તેઓ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘટનાઓનો અભ્યાસ કરે છે અને જે તે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપે છે. તેમજ દિવસ દરમિયાન 30થી વધુ લોકોને મળે છે. જ્યારે સાંજે 9 વાગ્યે તેમનો દિવસ પૂર્ણ થાય છે.
એ.કે.સિંઘ ગાંધીનગર ખાતે કાર્યરત ડી.જી.ઓફિસના એડિશનલ ડી.જી.(ટેક્નિકલ સર્વિસિઝ), સુરત રેન્જ આઈ.જી., ગાંધીનગર ઈન્ટેલિજન્સ બ્યુરોના આઈ.જી.પી., વડોદરા ડીસીપી, કચ્છ એસ.પી. અને કચ્છ રેન્જ ડી.આઈ.જી. તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન સહિતના વી.વી.આઈ.પી.ની સલામતી વ્યવસ્થા સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના આઈ.જી. તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપકુમાર એ.કે.સિંઘનો જન્મ 4 સપ્ટેમ્બર 1960ના રોજ થયો હતો. તેમણે બિહારમાં બીએસસી (મિકેનિકલ)નો અભ્યાસ કર્યો છે. કાર્યનિષ્ઠ અને ઈમાનદાર અધિકારીની છાપ ધરાવતા એ.કે.સિંઘ એકદમ લો પ્રોફાઈલ રહે છે.
અમદાવાદઃ હાલ અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘને શહેરીજનોનું અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ આ પોલીક કમિશનરે ટ્રાફિક અને પાર્કિંગ મામલે આકરા પગલાઓ લીધા છે. પોલીસ કમિશનર એ.કે.સિંઘની છબિ કડક અધિકારીની છે. જેમાં એ.કે.સિંઘ એડવન્ચર પ્રેમી અને પર્વતારોહક છે.