ગુજરાતનું નવું નજરાણું: અમદાવાદ-ગોવાની લક્ઝુરિયસ વોલ્વો બસ, જુઓ આ રહી તસવીરો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના છ રાજ્ય સાથે એસટી બસની કનેક્ટીવીટી શરૂ કરવામાં આવી છે. હરિદ્વાર, ગોવા અને વારાણસી ઉપરાંત ચંદીગઢ, માટે પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવી. ચંદીગઢ માટે રૂપિયા 2425 ભાડું ચુકવવું પડશે. આ માટે બસ બપોરે બે વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચાડશે.
અમદાવાદથી ગોવા જવા માટે સાંજે ચાર વાગ્યે એસટીનો વોલ્વો બસ ઉપડશે. આ બસ તમને બીજા દિવસે સાંજે છ વાગ્યે ગોવા પહોંચાડશે. ગોવા માટે રૂપિયા 3320 ભાડું ચુકવવું પડશે. આ ઉપરાંત એસટી બસ બુધવારે 13 નવા રૂટ શરૂ કરશે.
બસમાં અંદાજે 33 કલાક જેટલો સમય લાગશે. વારાણસી માટે રૂપિયા 3315 ભાડું ચુકવવું પડશે. આ ઉપરાંત હરિદ્વાર માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ માટે મુસાફરે રૂપિયા 2696 ભાડું ચુકવવાનું રહેશે.
વારાણસી માટે એસટીની વોલ્વો બસ સાંજે આઠ વાગ્યે ઉપડશે. આ બસ ત્રીજા દિવસે વહેલી સવારે 5:30 વાગ્યે વારાણસી પહોંચશે. એટલે કે અમદાવાદથી વારાણસી પહોંચવા માટે ટ્રેનમાં જેટલો સમય લાગે છે તેના પહેલાં એસટીની બસ વારાણસી પહોંચશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી બસોને લીલીઝંડી આપી હતી. આ સાથે જ એસટી વિભાગમાં નવા પસંદ કરાયેલા 1954 કંડક્ટરોને નિમણૂંક પત્ર પણ આપવામાં આવ્યા હતાં. અમદાવાદથી વારાણસી, હરિદ્વાર અને ગોવાનું ભાડું અંદાજે રૂપિયા 3315, રૂપિયા 2696 અને રૂપિયા 3320 રહેશે.
અમદાવાદ: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ મુસાફરોને સારી સેવા મળી રહે તે માટે ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. 23મી જાન્યુઆરીથી અમદાવાદથી હરીદ્વાર, વારાણસી અને ગોવાની વોલ્વો બસ શરૂ શરૂ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -