કર્લી હેર અને ન્યૂડ લિપ્સ્ટિકમાં આ એક્ટ્રેસનો જોવા મળ્યો અત્યાર સુધીનો સૌથી અલગ લુક, જુઓ તસવીરો....
બ્લેક બૂટ્સ અને ચાંદીના મેટાલિક જેકેટ્સ અને કર્લી હેર ઐશ્વર્યાએ લૂકને ખાસ અંદાજમાં કેરી કર્યો છે. ઐશ્વર્યા તાજેતરમાં ફિલ્મ ફને ખામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ રાજકુમાર રાવ અને અનિલ કપૂર સાથે કામ કર્યું હતું.
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના નવા ફોટોશૂટની કેટલાક તસવીર વાયરલ થઇ છે. ઐશ્વર્યાનો આ અંદાજ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે.
45 વર્ષીય અભિનેત્રી બ્લેક એન્ડ વ્હાઇટમાં એક જંપસ્યૂટ અને સ્ટાઇલિશ લોંગ બ્લેઝર જેકેટમાં નજર આવી.
ઘણાં દિવસો બાદ ઐશ્વર્યા આવા ફોટોશૂટમાં જોવા મળી રહી છે. તસવીરમોમાંઐશ્વર્યા રાયે ન્યૂડ લિપસ્ટિક અને મેટાલિક ગોલ્ડ જેકેટમાં ખૂબસુરતક લાગી રહી છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનનો અત્યાર સુધીનો અલગ લુક સામે આવ્યો છે. હાલમાં જ તેણે એક ફોટોશૂટ કરાવ્યો છે, જેમાં તે બિલકુલ નવા અવતારમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના આ ફોટોશૂટે તહેલકો મચાવ્યો છે.