અખિલેશે અઢી કરોડ રૂપિયાના 'મર્સીડીઝ 'રથ પર સવાર થઈ શરૂ કરી યાત્રા, જાણો કેવો શાનદાર છે આ રથ
આ રથમાં હાઈડ્રોલિક લિફ્ટ લાગેલ છે જેના દ્વારા અખિલેશ યાદવ છત પર જઈને લોકોને સંબોધિત કરશે. રથમાં તેમના માટે આરામ, કોન્ફરન્સ અને ઓફિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રથમાં ટોયલેટની પણ વ્યવસ્થા છે.
કેબિનેટ પ્રધાન અભિષેક મિશ્રાએ જણાવ્યું કે, વિકાસ રથનો ખર્ચ 1.20 કરોડ રૂપિયા છે. તેમાંથી 80 લાખ રૂપિયા તો માત્ર સુવિધા પાછળ જ ખર્ચ કરવામાં આવ્યા છે.
રથમાં રેસ્ટ રૂમ, ઓફિસ પેન્ટ્રી, વોશરૂમ, વાઈફાઈ, ટીવી, એસી અને એર પ્યૂરીફાઈ બુલેટ પ્રફ જેવી સુવિધા છે.
અખિલેશ 2.5 કરોડ રૂપિયાના રથ પર સવાર થઈને વિકાસ રથ યાત્રા માટે નીકળશે. આ રથ સંપૂર્ણ રીતે હાઈટેક સુવિધાથી સજ્જ છે.
લખનઉઃ અખિલેશ યાદવે આજથી પ્રથમ તબક્કાની વિકાસ યાત્રાની લખનઉથી શરૂઆત કરી છે. તેના પ્રોગ્રામમાં મુલાયમ યાદવની સાથે કાકા શિવપાલ પણ પહોંચ્યા છે જેની સાથે આ પહેલા વિવાદ સામે આવ્યો હતો. લખનઉમાં લો-માર્ટ ગ્રાઉન્ડ પર સૌથી પહેલા ભાષણ આપતા શિવપાલે અખિલેશને શુભેચ્છા પાઠવી. જોકે, અખિલેશના રથ પર શિવપાલની તસવીર નથી. જણાવીએ કે 100 કિલોમીટરની આ યાત્રા લખનઉના લો-માર્ટ ગ્રાઉન્ડથી શરૂ થશે, જે 9 કલાકનો પ્રવાસ ખેડી ઉન્નાવમાં ખતમ થશે.