પાકિસ્તાને જૂનાગઢને પોતાનો પ્રદેશ દર્શાવીને કોને જૂનાગઢના વડાપ્રધાન જાહેર કર્યા ? પાકિસ્તાનની હાસ્યાસ્પદ હરકત વિશે જાણો
. સરદાર વલ્લભભાઈ પટેલે લોકઆંદોલન શરૂ કરાવતાં મહાબતખાન તેમના કુટુંબ સાથે કેશોદ એરપોર્ટ પરથી પાકિસ્તાન ભાગી ગયા હતા અને 17 નવેમ્બર 1959ના રોજ હડકવાના કારણે તેમનું મૃત્યુ થયું. હાલ તેમના વંશજ કરાંચીમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઝાદ ભારતમાં રજવાડાઓના વિલિનીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપવામાં આવી હતી. તેમણે હૈદરાબાદ, જૂનાગઢ જેવી ગુંચવણભર્યા રજવાડાઓને પણ સરળતાથી ભારતમાં વિલય કરાવ્યો હતો.
પાકિસ્તાને ભારત સામે આક્ષેપ મૂક્યો છે કે ભારતીય લસ્કરે 1947માં ગેરકાયદે જમ્મુ કાશ્મીર પર કબજો કરી લીધો હતો અને એ જ રીતે જૂનાગઢ પણ કબજે કર્યું હતું. તેમણે યુનાઈટેડ નેશન્સના માધ્યમથી કાશ્મીર સમસ્યાના ઉકેલની તરફેણ કરી. આઝાદી વખતે જૂનાગઢના નવાબ મહાબતખાને પાકિસ્તાનમાં ભળવાની દાહેરાત કરી હતી.
અહમદ અલીએ ટ્વિટ કરીને જાહેરાત કરી થે કે, જૂનાગઢ ભારતનો નહીં પણ પાકિસ્તાનને ભાગ છે એવું દુનિયાને બતાવવા પોતે બહુ જલદી એક અભિયાનની શરૂઆત કરશે. પાકિસ્તાનમાં આયોજિત એક કાર્યક્રમમાં અહમદ અલીને પ્રધાન મંત્રી જાહેર કરીને સન્માન કરાયું પછી એહમદે આ જાહેરાત કરી હતી.
અમદાવાદઃ ગુજરાતના જૂનાગઢને પોતાના વિસ્તાર જાહેર કરીને પાકિસ્તાને આઝાદી સમયે જૂનાગઢના નવાબના વંશજ સુલતાન એહમદ અલીને જૂનાગઢના પ્રધાનમંત્રી જાહેર કરી દીધા છે. પાકિસ્તાને પોતાના નક્શામાં જમ્મુ કાશ્મીરની સાથો સાથ જૂનાગઢને પણ પોતાનો વિસ્તાર બતાવ્યો છે. જૂનાગઢના નવાબના વંશજ પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાન સરકારના ઈશારે નવાબના વંશજ જહાંગીર ખાને પોતાના દીકરા અહમદ અલીને નવા ‘દીવાન(વઝીર-એ-આઝમ)’ નિયુક્ત કરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -