અમૃતસર ટ્રેન દુર્ઘટના: ઘટના સ્થળના સામે આવ્યા અતિ કરુણ દ્રશ્યો, લાશોના ઢગલાં જોઈને લોકો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં
પોલીસે જણાવ્યા અનુસાર 61 લોકોનાં મોતની પુષ્ટી થઈ છે. મૃતકોની સંખ્યા વધે તેવી આશંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો રેલવે ટ્રેક પાસે ઉભા રહીને દશેરાનો ઉત્સવમાં મગ્ન હતા. ત્યારે પાટા પર બન્ને બાજુથી ટ્રેનો આવી ગઈ, જેણે અનેક લોકોના જીવ લઈ લીધા.
ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતી. આ ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના દિલ્હી-અમૃતસર માર્ગ પર બની હતી. આ ઘટના પાછળ તંત્રની બેદરકારી માનવામાં આવી રહી છે.
અમૃતસર: પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના બની છે. અમૃતસરના જોડા ફાટક પાસે દેશેરાનો ઉત્સવ ઉજવી રહેલા લોકો ટ્રેનની ઝપેટમાં આવી જતાં 61થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. રાવણ દહન વખતે પૂતળાને આગ લગાવવામાં આવી હતી ત્યારે દોડધામ મચી ગઈ હતી અને તેની વચ્ચે લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. તે સમયે જ અચાનક પૂરપાટ દોડતી ટ્રેન આવી ગઈ હતી અને લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.