સ્વચ્છ ભારત અભિયાન માટે અનુષ્કા શર્માએ વર્સોવા બીચ પર કરી સફાઈ, જુઓ PHOTOS
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારે અનુષ્કા મુંબઈના વર્સોવા બીચ પર ચાલતા સફાઈ કામમાં જોડાઈ હતી. તેણે આના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
29 વર્ષની અનુષ્કાએ જણાવ્યું કે, જો લોકો તેમની આસપાસનો મહોલ્લો સ્વચ્છ રાખશે તો તેઓ વધુ સ્વચ્છ અને હેલ્ધી જગ્યાએ રહી શકશે.
અનુષ્કાએ ફોટોઝ શેર કરવા સાથે ચાહકોને લખ્યું, “આપણા દેશને સ્વચ્છ રાખવો એ આપણી ફરજ છે. આપણે આપણા માટે કેટલું બધુ કરીએ છીએ? દેશને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન આપણને વધુ હેલ્ધી વાતાવરણમાં રહેવામાં મદદ કરશે.”
અનુષ્કાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા અનેક તસવીરો શેર કરી, જેમાં તે મુંબઈના વર્સોવા બીચ પર સફાઈ કરતી જોવા મળે છે.
સ્વચ્છ ભારત અભિયાનની એમ્બેસેડર તરીકે નોમિનેટ થયા બાદ આજે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સમુદ્ર કિનારે સફાઈ કરીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -