મુંબઈ: અફેરને કારણે ચર્ચામાં રહેતા મલાઈકા અરોરા અને અર્જુન કપુર ઘણી વખત એકસાથે જોવા મળ્યાં છે. મલાઈકા અને અર્જૂન બંન્ને ભલે મગનું નામ મરી પાડવા તૈયાર ન હોય પણ ચાહકોએ તેમના સંબંધને અત્યારથી જ ઓફિશિયલ માની લીધા છે.


થોડા દિવસ પહેલા ‘કોફી વિથ કરણ’ના એપિસોડમાં મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે, તેને અર્જુન કપૂર પસંદ છે. હવે લગ્નની અટકળો વચ્ચે અર્જુન અને મલાઈકા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં જોવા મળ્યા હતાં. બંને હોસ્પિટલના કેઝ્યુઆલિટી વોર્ડમાં જોવા મળ્યાં હતાં.

અર્જુન અને મલાઈકા હોસ્પિટલના કંપાઉન્ડ સુધી કાર લઈને નહોતા ગયા. તેમણે રોડની સામેની બાજુ કાર પાર્ક કરી હતી અને ત્યાંથી રોડ ક્રોસ કરીને મુંબઈની આ જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જોકે મલાઈકા-અર્જુન હોસ્પિટલમાં કેમ ગયા હતા તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

મલાઈકા અને અર્જુનના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. બંને એપ્રિલ મહિનામાં લગ્ન કરે તેવી અટકળો છે. હવે લગ્ન થશે કે કેમ તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. આ લવબર્ડ્સ એકબીજા સાથે સમય વિતાવવાનો કોઈ મોકો નથી ચૂકતા. ઈવેન્ટ હોય કે ડિનર બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.