ભારતીય અભિનેત્રીએ પાકિસ્તાની ધ્વજના ટેટૂ સાથેની તસવીરો પોસ્ટ કરતાં વિવાદ
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાને લઇને હંમેશા ચર્ચામાં રહેતી ભારતીય મોડલ અર્શી ખાન ફરી એકવાર બોલ્ડ તસવીરોને લઇને વિવાદમાં છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરતી અર્શી ખાને તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની ટોપલેસ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેણીના શરીર પર પાકિસ્તાની ધ્વજનું ટેટૂ જોવા મળી રહ્યું છે. અર્શી ખાનના આ તસવીરોને લઇને વિવાદ થઇ શકે છે.
નોંધનીય છે કે ભોપાલમાં જન્મેલી અર્શી ખાને 2011ના વર્લ્ડકપમાં જો પાકિસ્તાન સામેની મેચમાં ભારત જીતે તો ન્યૂડ પોઝ આપવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો હતો.
રિપોર્ટ પ્રમાણે, ફિલ્મમાં અર્શી ખાને ન્યૂડ સીન પણ આપ્યો છે. આ અંગે જ્યારે મનીષ સિંહને પૂછવામાં આવ્યુ તો તેમણે કાંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો અને આ અંગે અર્શી ખાનને સવાલ કરવાનું કહ્યુ હતું.
અર્શી ખાન ડિરેક્ટર મનીષ સિંહની ફિલ્મ ‘ગ્રીન ટેરર’માં લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં અર્શી ખાને મહિલા આતંકવાદીની ભૂમિકા નિભાવી છે. આ તસવીરો ફિલ્મના સીનમાં લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
આ તસવીરોમાં અર્શી ખાનની છાતી, બેકસાઇડ સહિત અનેક જગ્યાએ પાકિસ્તાની ધ્વજના ફોટો જોવા મળી રહ્યા છે.તાજેતરમાં જ સેક્સ રેકેટમાં ફસાયેલી અર્શી ખાને પૂણે પોલીસ પર 15 લાખ રૂપિયા અને સેક્સની માંગણી કર્યાનો આરોપ લગાવ્યો હતો.