એશિયા કપમાં સૌનું ધ્યાન ખેંચનારી આ પાકિસ્તાની ‘બ્યૂટીફૂલ ગર્લ’ની આખરે થઈ ઓળખ, જાણો કોણ છે....
રિઝલા ખાનને શોધી કાઢવાનું કામ યૂએઈના એક બોલિવૂડ રેડિયો સ્ટેશન સીટી 1016એ કહ્યું છે. રેડિયો સ્ટેશને ટ્વિટ કર્યું કે, અમે તેને શોધી કાઢી છે અને તેનું નામ રિઝલા છે.
પાકિસ્તાનની આ બ્યૂટિફૂલ ગર્લનું નામ રિઝલા ખાન છે. રિઝલા લાહોરમાં રહે છે અને યૂનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. રિઝલાની સુંદરા પાછલ ફક્ત ક્રિકેટ ફેન્સ જ નહીં કેમેરામેન પણ દિવાના થયા. એટલે જ લોકોએ સોશિયલ મીડિયા પર કેમેરામાનના ખૂબ વખાણ કર્યા છે.
નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત પાકિસ્તાનની વચ્ચે બે મોચમાં બન્ને વખત ભારતે પાકિસ્તાને હાર આપી હતી. બન્ને દેશોની વચ્ચે હંમેશાથી ફેન્સમાં જોરાદર ઉત્સાહ રહે છે. એશિયા કપમાં હવે ફાઈનલમાં પણ ભારત અને પાકિસ્તાન સામ સામે આવે એવી સંભાવના છે. આ વખતે એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચેના મેચ ઉપરાંત પાકિસ્તાની મિસ્ટ્રી ગર્લ પણ ચર્ચાનો વિષય રહી છે. દરેક વ્યક્તિ આ બ્યૂટિફૂલ મિસટ્રી ગર્લ વિશે જાણવા માગે છે. આખરે આ મિસટ્રી ગર્લની ઓળખ થઈ ગઈ છે.
નામ વિશે જાણકારી મળતા જ રિઝલાની અન્ય માહિતી પણ મળવા લાગી છે. મીડિયા અહેવાલ અનુસાર રિઝલા લાહોરની રહેવાસી છે અને તેણે શાળાકીય અભ્યાસ ત્યાં જ કર્યો છે અને લાહોરની જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. રિઝલાની ઉંમર 20 વર્ષ છે અને તે ક્રિકેટની દિવાની છે.