ભારત બંધઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્કૂલ-પેટ્રોલ પંપ બંધ કરાવ્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોગ્રેસના આ ભારત બંધને એનસીપીના ચીફ શરદ પવાર, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિન અને વામપંથી નેતાઓએ કોંગ્રેસના ભારત બંધને સમર્થન આપ્યું છે જ્યારે તૃણમુલ કોંગ્રેસ અને આપ પાર્ટી આ બંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. કુલ 21 પક્ષ આ બંધનું સમર્થન કરી રહ્યા છે જેમાં એનસીપી, જેડીએસ, આરજેડી, એમએનએસ, ડીએમકે સામેલ છે. નોંધનીય છે કે તાજેતરમાં જ સવર્ણોએ એસસી-એસટી એક્ટના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરી હતી. એટલે કે એક જ સપ્તાહમાં બીજી વખત મોદી સરકાર વિરુદ્ધ ભારત બંધ કરવામાં આવ્યું છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ બંધની અસર જોવા મળી હતી. બિહારના દરભંગામાં પ્રદર્શનકારીઓએ કમલા ફાસ્ટ પેસેન્જર રોકી પ્રદર્શન કર્યું હતું. તે સિવાય ઓડિશાના ભુવનેશ્વરમાં ભારત બંધની અસર જોવા મળી હતી અને વિપક્ષના કાર્યકરોએ ટ્રેન રોકી હતી.
અમદાવાદ પૂર્વની અનેક સ્કૂલોમાં આજે રજા આપી દેવામાં આવી છે. તો શાહપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં કોગ્રેસે શાળાઓ બંધ કરાવી હતી. બંધના એલાનની અસર સુરેંદ્રનગરની ST બસ સેવા પર જોવા મળી હતી. સુરેંદ્રનગરથી તમામ રૂટ કરાયા બંધ કરાયા હતા. 60થી વધુ બસના રૂટ બંધ રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
અમદાવાદઃ પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ સામે કોગ્રેસે આજે ભારત બંધની જાહેરાત કરી છે. કોગ્રેસના ભારત બંધને 21 જેટલી વિપક્ષ પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ભારત બંધને સફળ બનાવવા માટે અમદાવાદ, વડોદરામાં કોગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોગ્રેસના કાર્યકર્તાઓએ વડોદરામાં અનેક સ્કૂલ અને પેટ્રોલ પંપ બંધ કરાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -