ભીમા કોરેગાંવ મામલે તમામ 5 લોકો આગામી સુનાવણી સુધી નજરકેદ રહેશે - સુપ્રીમ કોર્ટ
સુધા ભારદ્વાજ નેશનલ લો યુનિવર્સિટીમાં એક ગેસ્ટ ફેકલ્ટી તરીકે ભણાવી રહ્યાં છે. જોકે પંજાબ હરિયાણા હાઇકોર્ટે ફરીદાબાદથી ઝડપાયેલા સામાજિક કાર્યકર્તા સુધા ભારદ્વાજના ટ્રાંઝિટ રિમાન્ડ પર ત્રણ દિવસનો સ્ટે લગાવી દીધો છે. જ્યારે આ મામલામાં દલિત એક્ટિવિસ્ટ ગૌતમ નવલખાને દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત મળી ગઇ છે. પરંતુ આ રાહત માત્ર એક દિવસ માટે જ છે. રોમિલા થાપર, પ્રભાત પટનાયક, સતીશ દેશપાંડે, માયા દર્નાલ તથા એક અન્ય વ્યક્તિએ સુધા ભારદ્વાજ તથા ગૌતમ નૌલખાની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલામાં અત્યાર સુધી પોલીસે હૈદરાબાદના કવિ અને વામપંથી બુદ્ધિજીવી વરવર રાવ, ફરિદાબાદથી સુધા ભારદ્વાજ અને દિલ્હીમાંથી ગૌતમ નવલખાની ધરપકડ કરી છે. જ્યારે થાણેથી અરૂણ ફરેરા અને ગોવાથી બર્નણ ગોન્સાલ્વિઝની ધરપકડ કરવામાં આવી છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્રના પુણે સ્થિત ભીમા કોરેગાંવ થયેલી હિંસા અને પ્રધાનમંત્રીની હત્યાના કાવતરા મામલે ધરપકડ કરવામાં આવેલા પાંચ લોકોને સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી નજરકેદ રાખવાનો આદેશ કર્યો છે. પુણે પોલીસે મંગળવારે દેશના અલગ-અલગ ચાર રાજ્યોમાં દરોડા પાડી પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે ધરપકડ કરવામાં આવેલા લોકો માઓવાદી અને નક્સલિયો સાથે જોડાયેલા છે. આ મામલે વધુ સુનાવણી ગુરૂવારે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -