BMWની આ બાઈક હશે ખૂબ જ સ્માર્ટ, ગમે તેટલી સ્પીડે ચાલવા પર પણ નહીં થાય એક્સીડન્ટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાઈકના સસ્પેન્શનને બાઈક ચાલકની ઉંચાઈ અને રસ્તા પ્રમાણે એડજસ્ટ કરી શકાશે. આ બાઈકમાં Zero Emissions ધરાવતા BMWનું બનાવેલું Boxer એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. સીટ, ફ્રેમ અન્ય પાર્ટ કાર્બન ફાઈબરના બનાવવામાં આવશે. જેના કારણે બાઈક વજનમાં હલકી રહેશે.
બાઈકની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, તેને ડાબી કે જમણી બાજુ વળાવતી વખતે બાઈકની સંપૂર્ણ ફ્રેમ વળી જશે. બીએમડબ્લ્યૂ હવે કાર બાદ બાઈકના ક્ષેત્રમાં તેમની પક્ડ જમાવવા માંગે છે.
આ મોટરસાઈકલની ડિઝાઈન રજૂ કરવાની પાછળ આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ એ દર્શાવવાનો છે કે, આગામી 30 વર્ષોમાં ટૂ વ્હિલરો આ પ્રકારના હશે. આ બાઈક એક એક્ટિવ આસિસ્ટન્ટ સિસ્ટમ ધરાવે છે જે બાઈકને ઓટોમેટિક બેલેન્સ કરશે. આ બાઈક ચલાવતી વખતે એક સ્પેશિયલ ચશ્માં પહેરવા પડશે. આ ચશ્માની મદદથી સરળતાથી ગીયર પણ બદલી શકાશે.
કાર બનાવતી નવી દિલ્હીઃ હવે મોટરસાઈકલ થઈ જશે બિલકુલ સુરક્ષિત. હાં બીએમડબલ્યૂએ લોન્ચ કરી છે નવી કોન્સેપ્ટ બાઈક અને તેની ખાસિયત એ છે કે તેનું ક્યારેય એક્સીડન્ટ નહીં થાય. કંપનીએ તેનું નામ BMW Motorrad Vision Next 100 આપવામાં આવ્યું છે. જેને કેલિફોર્નિયાના સાંતા મોનિકામાં રજૂ કરવામાં આવી હતી. આ હાઈટેક મોટરબાઇકની એક નહીં અનેક ખૂબીઓ છે. આ મોટરબાઈક બિલકુલ પ્રદૂષણ નથી કરતી તેમજ જાતે બેલેન્સ પણ કરી લે છે. આ મોટરબાઈક આપમેળે બેલેન્સ કરી શકતી હોવાથી તેમાં અકસ્માત થવાની સંભાવના ઘણી ઘટી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -