રાજકોટ: દારૂ પીને કાર ચલાવતી યુવતીએ રિક્ષાને પાછળથી મારી ટક્કર પછી શું થયું? જાણો વિગત
કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈ ગઇ હતી. જેના કારણે તેમાં બેસેલી ત્રણ મહિલા ઘાયલ થઇ ગઈ હતી. જેઓને સારવારમાં ખસેડાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંકલાવ: આંકલાવ પાસેના અંબાવ ટોલ નાકા પાસે શુક્રવારે મૂળ રાજકોટની યુવતીએ દારૂ પીધેલી હાલતમાં આગળ જઈ રહેલી રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર ત્રણ મહિલાઓને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત થતાં જ લોકોના ટોળાં આવી પહોંચ્યા હતાં અને તરત જ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આખરે સમાધાનના ફોન કોલને તાબે થયા વગર પ્રોહિબિશનના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી.
મૂળ રાજકોટના ઢેબર રોડ પરના રુતુરાજ એપાર્ટમેનટની રહેવાસી અને હાલમાં મુંબઈના અંધેરી ખાતે રહેતી અને ડાઈવોર્સી શિતલ કિરીટ વાકાણી શુક્રવારે મુંબઈથી રાજકોટ જવા માટે નીકળી હતી.
આ દરમિયાન બપોરે ચાર કલાકે તે આંકલાવ પાસેના અંબાવ ટોલ નાકા પાસેથી પુરપાટ ઝડપે જઈ રહી હતી. તે સમયે આગળ જઈ રહેલી એક રિક્ષાને તેણે પાછળથી ટક્કર મારી હતી. જેને પગલે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત બાદ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -