અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાર્દિક પટેલ સહિત ક્યા 8 પાટીદારો સામે ગુનો નોંધ્યો, જાણો કેમ નોંધ્યો ગુનો
અમદાવાદના નિકોલમાં આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. હાર્દિક નિકાલ પહોંચે તે પહેલા જ તેની પોલીસ દ્વારા અટકાયત કરાઈને તેને ક્રાંઈમ બ્રાંચ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
હાર્દિક પટેલની નિવાસ સ્થાન બહારથી જ ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે પાસ કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો. જો હાર્દિક પટેલને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો વડાપ્રધાન મોદીના આવનારા કાર્યક્રમનો ભારે વિરોધ કરવામાં આવશે એમ રાજકોટના પાસ કન્વીનરોએ ચીમકી ઉચ્ચારી હતી.
મોટી સંખ્યામાં પાટીદારો અને કન્વીનરોએ ભેગા મળીને ‘જય સરદાર જય પાટીદાર’ના નારા લગાવ્યા હતા. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાર્દિક સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના કામમાં હાર્દિક અને તેના સાથીદારોએ રૂકાવટ અને ગેરવર્તન કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉપવાસ પહેલા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી જેના કારણે હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપના દ્રશ્યો જોવા મળ્યા હતાં. હાર્દિકની પોલીસ અટકાયત કરતાં હાર્દિક ગુસ્સો ભરાયો હતો. જ્યારે અન્ય પાટીદારોની પણ અટકાયત કરાતા લોકો રોષે ભરાયા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ, જતીન સિરોયા સામે ફરિયાદ નોંધી છે. હાર્દિક પટેલ નિકોલ ખાતે પહોંચે તે પહેલા તમામની અટકાયત કરી દેવામાં આવી હતી. જે દરમિયાન હાર્દિક તથા પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.