20 કરોડનું ઘી, 12 લાખ શ્રદ્ધાળુઓ, આવો હતો વરદાયિની માતાની પલ્લીનો નજારો
આ લોકો માતાજીને ઘીને અભિષેક કરે છે. ચાલુ વર્ષે 12 લાખથી વધારે ભક્તોએ રૂપાલમાં પલ્લી અને માતાનાં દર્શનનો લહાવો લીધો હતો. આ ધર્મોત્સવમાં સતત લોકો વધતા જ જાય છે.
અત્રે નોંધનીય છે કે પલ્લી જે ગામમાં નિકળે છે તે રૂપાલમાંથી મોટા પ્રમાણમાં લોકો એનઆરઆઇ છે. તેઓ દર વર્ષે પરંપરા અનુસાર પલ્લીનાં દિવસે દુનિયાનાં ગમે તે છેડેથી અહીં દર્શન કરવા અચુક આવે છે.
અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે ઘીનાં પૈસા ચુકવી દેવા અથવા તો તેને ટ્રેલરની ટ્રોલીમાં અર્પિત કરવાની પ્રથાને વધારે વેગ મળ્યો હતો.
સવારથી જ રૂપાલ ગામમાં ટ્રેક્ટરો અને પિપની વ્યવસ્થા વહેલી સવારથી જ કરી દેવાય છે. શ્રદ્ધાળુઓ પોતાની બાધાનું ઘી તેમાં અર્પે છે. ચાલુ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા અને તંત્ર દ્વારા કેટલાક પ્રયાસોથી ઘી જે શેરીઓમાં વહી જતું હતું તેનાં પ્રમાણમાં ઘટાડો થયો હતો.
દર વર્ષે પલ્લી પર કરોડો રૂપિયાનાં ઘીનો અભિષેક પ્રતિ વર્ષ કરવામાં આવે છે. આ વર્ષે પણ ગાંધીનગરપાસેના રૂપાલ ગામે માઁ વરદાયિની માતાજીની વિશ્વ વિખ્યાત પલ્લીમહોત્સવમાં નોમની રાત્રે ભક્તિ અને ભાવિકોનું ઘોડાપૂર સર્જાયુ હતું.
અમદાવાદ: રૂપાલની પલ્લીનું પહેલાથી જ ખુબ જ મહાત્મય રહ્યું છે. દર વર્ષે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર વરદાયીની માતાની પલ્લીને શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર આસો સુદ નોમના દિવસે માતાજીની પલ્લી રૂપાલમાં નિકળી હતી. નિકળે છે.