મુખ્યમંત્રી રૂપાણી કરશે ઓબામા અને મોદીની નકલ, કાલે યોજાશે 'ટ્વિટર ટાઉનહોલ'
વિજય રૂપાણી આ અંગે ટ્વીટર પર માહિતી આપતા જણાવ્યું હતું કે, મને ખુશી છે કે હું 23 સપ્ટેમ્બરે ટ્વીટર ટાઉનહોલને હોસ્ટ કરીશ. તમારા પ્રશ્નો મને #AskVijayRupani 22 સપ્ટેંબર સુધી મોકલી શકો છો. મહાત્મા મંદિરમાં યોજાનાર કાર્યક્રમમાં વિજય રૂપાણી પસંદ કરેલા પ્રશ્નોના જવાબ આપશે. આ સેસન્સને ટ્વીટર અને યૂટ્યુબ પર શેર કરવામાં આવશે. વિજય રૂપાણીને ટ્વીટર પર 44,200 ફોલોઅર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રીના સચિવ અજય ભાદુએ જણાવ્યું હતું કે, ટ્વીટર પર સંપર્ક, મને લાગે છે કે, ટ્વીટર ગુગલ હેંગઆઉટ કરતા વધારે પાવરફૂલ અને ફેલાવો ધરાવે છે. વિજય રૂપાણી પહેલા મુખ્યમંત્રી છે જે ટ્વીટર ટાઉન હોલ કાર્યક્રમ કરવા જઇ રહ્યા છે. બીજેપીના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, બીજેપી સરકાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જનતાને જોડીને લોકોના મુદ્દાને ઉઠાવશે. પીએમના જન્મ દિવસે 5 લાખ લોકોને જોડવા માટે એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ટેક્નોસેવી યુવાઓને આ માધ્યમથી સીએમ સાથે જોડાવવા પ્રેરણા આપવામાં આવશે. ટાઉન હોલમાં અગ્રણીઓ અને લોકો સાથે વિવિધ મુદ્દે પ્રશ્નો-જવાબની લેવડ દેવડ કરવામાં આવથી હોય છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વીટર ટાઉન હોલ કાર્યક્રમમાં 23 સપ્ટેંબરે લોકોના પ્રશ્નોના જવાબ આપશે. જેમા શિક્ષણ, સ્વાસ્થ્ય,રોજગાર અને મહિલા કલ્યાણને લગતા મુદ્દાને આવરી લેવામાં આવશે. પીએમ મોદી અને ઓબામા પણ આ પ્રકારના કાર્યક્રમો કરી ચુક્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર વિજય રૂપાણી અને તેની ટીમ દ્વારા પસંદ કરવામાં આવલા પ્રશ્નોના જવાબ આપશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતા સાથે સીધો લોકસંપર્ક કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આ મુખ્યમંત્રીનો સોશિયલ મીડિયા પર લોકસંપર્ક માટેનો પહેલો કાર્યક્રમ છે. વિજય રૂપાણી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાઓને સરકાર સાથે જોડવા માટેનો નવો રસ્તો આપનાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -