હવે આવી દેખાય છે બોલીવુડની ¹દામિની’, 21 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી છેલ્લી ફિલ્મ

જુલાઈ 2015માં અભિનેતા ઋષિ કપૂરની મુલાકાત મીનાક્ષી સાથે થઈ હતી. જે પહેલી જ નજરમાં પોતાની કો-સ્ટારને ઓળખી નહોતા શક્યા. તેનો ઉલ્લેખ ઋષિ કપૂરે ટ્વીટર પર કર્યો હતો.
ધાતક બાદ અચાનક ફિલ્મી પડદાથી ગાયબ થઈ હતી. 1995માં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કરી મીનાક્ષી અમેરિકાના પ્લાનો (ટેક્સાસ)માં વસી ગઈ હતી. બંનેએ ન્યૂયોર્કમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. તેમના બે બાળકો, દિકરી કેન્દ્રા અને દિકરો જોશ છે. લગ્ન બાદ મીનાક્ષીએ ફિલ્મોને અલવિદા કહી દીધું હતું.
હાલમાં જ 53 વર્ષિય એક્ટ્રેસ મીનાક્ષીએ ટ્વીટર પર પોતાની એક સુંદર તસ્વીર ફેન્સ સાથે શેર કરી અને તેમાં તે ડેનિમ જેકેટ અને બ્લેક ટી-શર્ટ પહેરેલી એક ગાર્ડનમાં બેઠેલી દેખાય છે.
નવી દિલ્હીઃ ‘દામિની’, ‘હીરો’, ‘ઘાતક’, ‘ઘાયલ’ જેવી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મીનાક્ષી શેષાદ્રિની ગણના એવી અભિનેત્રીઓમાં થાય છે જે મોટા પડદેથી સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગઈ છે. વિતેવા જમાનાની આ અભિનેત્રી છેલ્લે સની દેઓલની સાથે ફિલ્મ ઘાતક (1996)માં જોવા મળી હતી. વિતેલા 21 વર્ષમાં મીનાક્ષી ન તો કોઈ ફિલ્મ, ટીવી શો અને ન તો કોઈ બોલીવુ પાર્ટીમાં જોવા મળી છે. જોકે, વિતેલા બે વર્ષથી તે ટ્વિટર દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલ છે.