દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની પ્રથમ તસવીર આવી સામે, જુઓ તસવીર
મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજે જન્મ જનમ માટે એકબીજાના થઈ ગયા છે. ઇટાલીમાં દીપિકા અને રણવીરના કોંકણી રીતિ રિવાજથી લગ્ન થઈ ગયા છે. વર-વધૂના ચાર ફેરા ફરીને રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ પતિ-પત્ની બની ગયા છે. ત્યારે તેમના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં તેઓ ટ્રેડિસનલ લૂકમાં નજર આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દીપિકા દક્ષિણ ભારત પરિવારમાંથી છે. ત્યાં કોંકણી રીતિ રિવાજથી લગ્ન થાય છે. તેથી આજે કોંકણી રિવાજથી લગ્ન કર્યા છે. હવે 15 નવેમ્બરે પંજાબી વિધિથી આનંદ કારજની વિધિ કરવામાં આવશે. રણવીર સિંહ સિંધી હોવાથી આવતીકાલે સિંધી રિતિ રિવાજથી લગ્ન કરશે.
દીપિકા-રણવીરની સંગીત સેરેમનીમાં સિંગર હર્ષદીપ કૌર પોતાના મધુર કંઠથી મહેફિલને રંગીન બનાવી હતી. જ્યારે તેની સાથે સંગીતકાર સુજોય દાશ, બોબી પાઠક અને ફિરોઝ ખાન હતા
દીપિકા-રણવીરની સંગીત સેરેમનીમાં સિંગર હર્ષદીપ કૌર પોતાના મધુર કંઠથી મહેફિલને રંગીન બનાવી હતી. જ્યારે તેની સાથે સંગીતકાર સુજોય દાશ, બોબી પાઠક અને ફિરોઝ ખાન હતા
15 નવેમ્બરે થનારા લગ્નના રસમ માટેની સજાવાટ લાલ રંગના ફૂલોથી થશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ બંનેની ગઈકાલે પારંપરિક કોંકણી રીત રિવાજથી સગાઈ થઈ હતી. તેમના લગ્નના સંગીત અને મહેંદીની રસમ ગઈકાલે થઇ હતી.
લગ્નના વેન્યૂ વિલાને સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યા છે. લગભગ આઠ હજાર ફૂલોથી લગ્નના સ્થળને ડેકોરેશન કરવામાં આવ્યું છે.