દિલ્હી ચૂંટણી: રાષ્ટ્રપતિ કોવિંદ, કેજરીવાલ, રાહુલ -સોનિયા ગાંધી સહિત આ હસ્તીઓએ કર્યું મતદાન, જુઓ તસવીરો
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર શનિવારે મતદાન થયું. સાંજે 6 વાગ્યા સુધીમાં 54.65 ટકા મતદાન નોંધાયું છે. મતદાન દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, સીએમ અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહીત અનેક દિગ્ગજોએ મતદાન કર્યું હતું.
દિલ્હીમાં ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોઁચ્યા હતા.
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલ
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પોતાની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડૉ હર્શવર્ધન પોતાની પત્ની અને માતા સાથે
કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ પોતાની પત્ની સાથે
દિલ્હી ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું.
સોનિયા ગાંધી અને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી
પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઔરંગઝેબ રોડ પર બનેલા પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની પત્ની સવિતા કોવિંદ સાથે