લગ્ન પહેલા આ એક્ટ્રેસે પરિવાર સાથે ઉજવી દિવાળી, જુઓ PHOTOS
જણાવીએ કે, અત્યાર સુધી પ્રિયંકા અને નિકની લગ્નની સત્તાવાર રીતે તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ આશા છે કે આ બન્ને જયપુરમાં 1 ડિસેમ્બરના રોજ લગ્ન કરી શકે છે.
તસવીરમાં પ્રિયંકા યલો અટાયરમાં ખૂબ સુંદર જોવા મળી રહી છે.
પ્રિયંકાએ પોતાના ઘરવાળાઓ સાથે દિવાળીના તહેવારને ખૂબ એન્જોય કર્યો છે. પ્રિયંકાએ સેલિબ્રેશનની કેટલીક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની માતા મધુ ચોપરા અને ભાઈ પણ જોવા મળી રહ્યા છે.
નવી દિલ્હીઃ ટૂંક સમયમાં નિક જોનસની સાથે લગ્ન કરવા જઈ રહેલ પ્રિયંકા વિતેલા દિવસોમાં ન્યૂયોર્કમાં અને એમ્સટર્ડેમમાં પોતાના નજીકના મિત્રો સાથે તેણે પ્રી વેડિંગ સેલિબ્રેશનને ખૂબ એન્જોય કર્યું. પાર્ટી બાદ પ્રિયંકા પોતાની બહેન પરિણીતિ ચોપરા સાથે હવે ભારત પરત ફરી છે. જોકે ભારત પરત ફરવાનું કારણ તેના લગ્ન પણ છે, પરંતુ આ વચ્ચે તેણે પોતાના ઘરવાળાઓ સાતે દિવાળીની ઉજવણીની પણ તક મળી.