હરિયાણાના યુવકે વિદેશી યુવતી સાથે કર્યા લગ્ન, વિઝા પુરા થતા વિદેશ મંત્રીને કર્યું ટ્વિટ
જાહના 29 મેના રોજ ભારત આવી હતી, અને લગ્ન 2 જૂને થયા હતા. ટીનૂ અને જાહનાના લગ્નને લઇને રજિસ્ટ્રેશનમાં પહેલા તંત્ર આનાકાની કરતું હતું. જોકે બાદમાં તેમના લગ્નનું રજિસ્ટ્રેશન થઇ ગયું હતું. જિલ્લા તંત્રનું કહેવું છે કે, જાહનાને 1ઓગસ્ટ સુધી ભારતમાં રહેવા માટે ટુરિસ્ટ વિઝા મળેલા છે. જેની અવધી ખતમ થવામાં 22 દિવસ બાકી રહ્યા છે. ટીનૂ જાહનાના વિઝા આગળ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યો છે.
નવી દિલ્લીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક વાર ફરી સોશ્યલ મીડિયા દ્વારા એક જરૂરતમંદ વ્યક્તિને મદદનું આશ્વાસન આપ્યું છે. સ્વરાજે અખબારમાં હરિયાણાની એક મહિલાના સમાચાર આવ્યા બાદ દ્વિટર પર વીઝા આપવાનું આશ્વાસન આપ્યુ હતું. હરિયણામાં ફતેહાબાદ જિલ્લામાં રહેનાર એક વ્યક્તિને વિદેશી પત્નીના વિઝાને લઇને આશ્વાસન આપ્યું છે.
આ અંગે સુષ્માં સ્વરાજને ટ્વિટર પર જાણકારી આપવામાં આવી તો તેમણે હરયાણવી ભાષામાં જ જવાબ આપતા લખ્યું હતું કે, થારી બહુ નૈ કહો વીજા બઢાન ખાતિર અરજી દાખિલ કર દે, હમ ઉસકો મદદ કર દિઆંગે pl apply for visa extension.will help
એક સમાચાર પત્રમાં સમાચાર આવ્યા હતા કે, સમૈન ગામમાં ટીનૂને ફેસબુક પર કઝાકિસ્તાનની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. યુવતી જાહના લગ્ન માટે ભારત આવી હતી અને હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે આ યવતીના વીજા પુરા થવામાં 22 દિવસ બાકી છે .