રાજકોટ લૌકિકક્રિયાએ જતાં દ્વારકાના પરિવારની કારને સર્જાયો અકસ્માત, 5નાં મોત
અકસ્માતની ઘટના સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે, એક મહિલા કારમાંથી ફંગોળાઈ 20 મીટર દૂર પડી હતી. જ્યારે 8 વર્ષનો બાળક લગભગ 40 મીટર દૂરથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅકસ્માતને કારણે હનિફાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થતાં રાજકોટ અને જામનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હનિફાબેનના દિકરો-દિકરી, પૌત્ર અને ભત્રીજાના મૃત્યુ નીપજ્યાં હતા.
ભાટિયા નજીક ઈનોવા કારમાં પંક્ચર પડતાં સંબંધીને ફોન કરીને સ્કોર્પિયો કાર મગાવી ફરી રાજકોટ તરફ જવા રવાના થયા હતા. ભાટિયાથી થોડે દૂર પહોંચ્યા ત્યારે રાતે સ્કોર્પિયોના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી અને રોડ પર લગભગ 150 ફૂટ સુધી ઢસડાઈ હતી.
અકસ્માતના આ બનાવની પોલીસના જણાવ્યા પ્રમાણે, દ્વારકામાં રહેતા હનિફાબેન નુરમામદભાઈનો પરિવાર ગુરુવારે સવારે ઈનોવા કાર લઈને રાજકોટ તેમના સંબંધીનું મૃત્યુ થયું હોય લૌકિકક્રિયાએ આવવા નીકળ્યો હતો.
દ્વારકા: દ્વારકામાં રહેતો મુસ્લિમ પરિવાર રાજકોટ લૌકિકક્રિયાએ આવતો હતો ત્યારે ભાટિયા નજીક સ્કોર્પિયો કારનો અકસ્માત સર્જાતા એક જ પરિવારના માતા દિકરો-દિકરી, પૌત્ર અને ભત્રીજાના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -