Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ક્યારથી પડી શકે છે ધોધમાર વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી? જાણો વિગત
આ વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં આવી શકે છે અને મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં આગામી 15મથી 21 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે. 14મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ઝાપટાં પડશે તેવું અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં ગિરનારી પવન ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર અને કચ્છના ભાગોમાં વરસાદની અછત છે. બંગાળના ઉપસાગરનું વહન અને અરબી સમુદ્રનું વહન સાથે ન ચાલતાં વરસાદ ખેંચાયો છે અને મધ્ય પ્રદેશનું વહન ઉત્તર ભારત તરફ ફંટાઈ રહ્યું છે. સિંધમાં હવાના દબાણથી થોડો વરસાદ આવે છે પરંતુ માત્ર ઝાપટાં રૂપે વરસે છે.
જોકે, આગામી 15થી 21 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં સારા વરસાદના યોગ છે. ખેડૂતો હાલ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યાં પુનઃ મેઘરાજા મહેર કરશે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે તેવું અંબાલાલ પટેસે જણાવ્યું હતું.
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સિઝન અડધી ઉપર થઈ હોવા છતાં વરસાદને લઈ ચિંતા જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાના 10 દિવસ પસાર થઈ ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળી રહી છે. જોકે, હજુ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ નથી પરંતુ વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદ વરસતો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -