ગણેશ ચતુર્થી પર જુઓ લાલબાગચા રાજા પંડાલની તસવીરો
મુંબઈઃ ભગવાન શ્રી ગણેશના આગમનનો મહોત્સવ ખૂબ ધૂમધામથી સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આ પર્વનું ખૂબ જ મહત્ત્વ છે. મુંબઈમાં આ દરમિયાન ગણેશ પંડાલ લગાવાવમાં આવે છે જેમાં સૌથી જાણીતા છે લાલબાગચા રાજા પંડાલ. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ લાલબાગચા રાજાના પંડાલને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે.
મુંબઈમાં લાલબાગચા રાજાના દ રબામાં રાજનેતાથી લઈને અભિનેતા સુધીના સ્ટાર આવે છે. સુખ, સમ્માન, ઉંચાઈ, પદ અને સફળતાની ચાહમાં સામાન્ય વ્યક્તિથી લઈને અસામાન્ય લોકો રાજાના દર્શન કરવા માટે અનેક કિલોમીટર લાંબો પ્રાવસ કરીને અહીં પહોંચે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને રાજા ગણેશના દર્શન કરી શ્રદ્ધાળુ ધન્ય અનુભવે છે.
લાલબાગચા રાજા કેટલા લોકપ્રિય છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, તેના દર્શન માટે શ્રદ્ધાળુ લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહે છે. કહેવાય છે કે, અહીંના ગણેશ પ્રતિમાના દર્શન કરવા માત્રથી શ્રદ્ધાળુઓની બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે.
લાલબાગચા રાજા ‘લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડલ’ની જાણીતી પ્રતિમા છે. આ મંડલના પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ મંડલ, લાલબાગચાના નામથી ઓળખતો હતો. હાલમાં જે મંડલ છે તેની સ્થાપનમાં 1934માં થઈ હતી. લાલબાગચા રાજાના વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....