ગુજરાત ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસની કઈ મહિલા ઉમેદવારોનો થયો વિજય, જાણો વિગતે
આકોટાઃ વડોદરા જિલ્લાની આકોટા બેઠક પરથી ભાજપના સીમાબેન મોહિલે 109244 મત મેળવી વિજેતા બન્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રણજીત ચવાણ 52105 વોટ જ મેળવી શક્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવઃ વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકારના આરોગ્યમંત્રી શંકર ચૌધરીને હાર આપી છે. ગેનીબેનને 102328 અને શંકર ચૌધરીને 95673 વોટ મળ્યાં.
ઉંઝાઃ ભાજપનો ગઢ ગણાતી ઉંઝા બેઠક પર કોંગ્રેસના ડો. આશાબેન પટેલનો વિજય થયો છે. ભાજપના નારણભાઇ લલ્લુદાસ પટેલને 62268 જ્યારે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર 81797 વોટ મેળવવામાં સફળ રહ્યા.
ગરબાડાઃ ગરબાડા બેઠક પરથી કોંગ્રેસના ચંદ્રિકા બારીયા 64280 વોટ મેળવી વિજેતા જાહેર થયા. ભાજપના મહેન્દ્રભાઈ ભાભોર 48152 વોટ મેળવી શક્યા હતા.
ભૂજઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત ભૂજથી કરી હતી. અહીં ભાજપના ઉમેદવાર નીમા આચાર્ય 86532 વોટ મેળવી વિજેતા બન્યા.
ગાંધીધામઃ ગાંધીધામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર માલતી મહેશ્વરી 79713 વોટ મેળવી વિજેતા જાહેર થયા છે. આ બેઠક પર બીજા નંબરે કોંગ્રેસ રહ્યું, જ્યારે નોટા અને અપક્ષને પણ 10000 જેટલા મત મળ્યા છે.
વડોદરા શહેરઃ વડોદરા વર્ષોથી ભાજપનો ગઢ રહ્યું છે. વડોદરા સિટી બેઠક પરથી ભાજપના મનીષા વકીલ 116367 વોટ મેળવી વિજેતા બન્યા. અહીંયા બીજા નંબરે રહેલા કોંગ્રેસના અનિલ પરમારને 63984 અને ત્રીજા નંબરે નોટાને 3252 વોટ મળ્યા.
લિંબાયતઃ લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ ફરી એક વખત ભાજપની સીટ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. સંગીતા પાટીલને 93585 અને કોંગ્રેસના ડો. રવિન્દ્ર પાટીલને 61634 વોટ મળ્યા.
ચોર્યાસીઃ સુરતની ચોર્યાર્સી બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઝંખના પટેલ 173882 વોટ મેળવી વિજેતા બન્યા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર યોગેશ પટેલને 110819 વોટથી હાર આપી.
ભાવનગર પૂર્વઃ ભાજપનો ગઢ ગણાતી ભાવનગર પૂર્વ બેઠક પર વિભાવરીબેન દવે 87323 વોટ મેળવી વિજેતા બન્યા. તેની સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા રાઠોડ નીતાબેનને 64881 અને ત્રીજા નંબરે નોટાને 3459 મત મળ્યા.
ગોંડલઃ ભાજપના ગીતાબા જાડેજા 70506 વોટ મેળવીને વિજેતા બન્યા. બીજા નંબરે રહેલા કોંગ્રેસના કથીરિયા અર્જુનભાઈને 55109 મત મળ્યા. નીલેશ રૈયાણી હત્યા કેસમાં સજા કાપી રહેલા જયરાજસિંહના પત્ની ગીતાબાએ પતિનો વારસો આગળ ધપાવ્યો છે.
કાલોલઃ ભાજપના ઉમેદવાર સુમનબેન ચૌહાણ 103028 વોટ મેળવી વિજેતા બન્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરમાર પ્રદ્યુમનને 53751 વોટથી સંતોષ માનવો પડ્યો. કાલોલ સીટ પર ત્રીજા નંબરે રહેલા નોટાને 4120 વોટ મળ્યાં.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 182 સીટોનું સોમવારે પરિણામ જાહેર થયું. જોકે તેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખાસ નથી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 12 અને કોંગ્રેસે 9 મહિલાઓને ટિકિટ ફાળવી હતી. જેમાંથી ભાજપના 9 અને કોંગ્રેસના 3 મહિલા ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની તમામ 26 સીટો પર મહિલાઓને પ્રાધાન્ય આપવા અંગે નિવેદન કર્યું હતું. ઉંઝા અને વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો હરાવીને સૌથી મોટું આશ્ચર્ય સર્જયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -