‘ક્લીન બોલ્ડ’: ગુજરાતની ચૂંટણીમાં ભાજપના કયા મોટા નેતાઓનો થયો પરાજય, જાણો વિગતે
અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપનો સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે. ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી છે. આ પરિણામો ભાજપના ઘણા ટોચના નેતાઓ માટે ચોંકાવનારા રહ્યા છે. ભાજપનો ગઢ ગણાતી જમાલપુર-ખાડિયા બેઠક પર 42 વર્ષ પછી પક્ષની હાર થઈ છે. આ ઉપરાંત આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ પણ સીટ ગુમાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા વિરમગામના તેજશ્રીબેન પટેલની 6548 મતે હાર થઈ છે.
વાવ બેઠક પરથી ભાજપના શંકર ચૌધરીની હાર થઈ છે. ગુજરાત સરકારના આરોગ્યમંત્રી શંકર ચૌધરીને 95673 જ્યારે કોંગ્રેસના વિજેતા ગેનીબેન ઠાકોરને 102328 વોટ મળ્યાં છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાની દસાડા બેઠક પરથી હાર થઈ છે. તેમને ઈડરના બદલે દસાડાથી ટિકિટ આપવામાં આવી હતી. રમણલાલને 70281 વોટ મળ્યાં, જ્યારે વિજેતા ઉમેદવારને 74009 વોટ મળ્યાં.
જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરુની હાર સૌથી આશ્ચર્યજનક પરિણામ છે. ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરુને 70766 અને કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ભીખાભાઈ જોશીને 76850 વોટ મળ્યાં છે.
સિદ્ધપુર બેઠક પરથી જયનારાયણ વ્યાસનો પણ પરાજય થયો છે. આ સીટ પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 88268 અને ભાજપના જયનારાયણ વ્યાસને 71008 વોટ મળ્યાં છે.
અમરેલી જિલ્લામાં ભાજપનું મોટું માથું ગણાતા હીરાભાઈ સોલંકીની રાજુલા બેઠક પરથી હાર થઈ છે. કોંગ્રેસના અમરિષ ડેર 83818 વોટ સાથે વિજેતા બન્યા છે.
ભાજપના દિગ્ગજ નેતા અને મોદીના ખાસ મનાતા દિલીપ સંઘાણીને આ વખતે ભાજપે અમરેલીના બદલે ધારીથી ટિકિટ ફાળવી હતી. પરંતુ ત્યાં પણ તેમનો કોંગ્રેસના જેવી કાકડિયા સામે પરાજય થયો હતો. સંઘાણીને 51308 અને કાકડિયાને 66644 વોટ મળ્યાં
જામનગર જિલ્લા અંતર્ગત આવતી જામજોધપુર સીટ ભાજપના ચીમનભાઈ સાપરિયાનો કોંગ્રેસના ચિરાગભાઇ કાલરિયા સામે નજીવા અંતરથી હાર થઈ છે.
4 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો ગઢ રહેલી જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો પરાજય થયો છે. આ સીટ પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાને 75346 વોટ, જ્યારે ભૂષણ ભટ્ટને 46007 વોટ મળ્યાં છે. ભૂષણ ભટ્ટના પ્રચાર માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પણ આવી હતી.
અમરેલી સીટ પરથી ભાજપના બાવકુ ઉધાડનો કોંગ્રસના પરેશ ધાનાણી સામે પરાજય થયો છે. બાવકુ ઉધાડે પ્રથમ વખત પરાજયનો સ્વાદ ચાખ્યો છે. આ વખતે તેમની સીટ બદલવામાં આવી હતી. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર પરેશ ધાનાણીને 87032 અને બાવકુભાઇને 75003 વોટ મળ્યાં
બોટાદ જિલ્લામાં આવતી ગઢડા સીટ પર આત્મારામ પરમાર કમળ ખીલવી શક્યા નથી. આ સીટ પર કોંગ્રેસના પ્રવીણભાઈ મારુને 69457 અને આત્મારામને 60033 મત મળ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -