આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર, કૉંગ્રેસ સરકારને ઘેરવાના કરશે પ્રયાસ
કોંગ્રેસ તરફથી સરકારને વિધાનસભાની અંદર અને વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરશે. પરિણામે રૂપાણી સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર એમ બન્ને બાજુ વિપક્ષની આક્રમકતાને ખાળવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોનું સંમેલન મળ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ ખેડૂતોના દેવામાફી મુદ્દે વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સંમેલન બાદ કોંગ્રેસ રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા જશે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે એક એસપીની આગેવાનીમાં પાંચ ડીવાયએસપી, 10 પીઆઈ, 35 પીએસઆઈ, 70 મહિલા પોલીસ અને 400 પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. સાથે એસઆરપીની બે કંપનીઓ પણ તહેનાત કરવામાં આવી છે.
ગાંધીનગર: ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. સત્રના પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જ્યારે બીજા દિવસે મહત્વના ઠરાવો પસાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -