✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેનું આવ્યું નવું સોંગ, જાણો શું છે આ આલ્મબનું નામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2018 11:08 AM (IST)
1

2

3

4

કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. તે સિવાય કિંજલ અનેક સંગીતના કાર્યક્રમો કરે છે. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ..’, ‘લહેરી લા લા..’,’છોટે રાજા..’ જેવા અનેક સુપર હિટ ગીતો કિંજલ દવેએ આપ્યા છે.

5

કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા. તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો હતો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.

6

કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના બનાસકાઠમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. સંગીતના માહોલમાં ઉછરેલી કિંજલને નાનપણથી જ ગીતો ગાવાનો રસ છે.

7

આ નવા સોંગમાં તમે જોઈ શકશો કે કિંજલ દવે પીઝા અને વિઝા વિશે ગીત ગાઈ રહી છે. આ સોંગને મનુ રબારી અને જીત વાઘેલાએ લખ્યું છે. મ્યુઝિક મયુર નાદિયા અને ડિરેક્શન ધ્રુવલ સોદાગરે કર્યું છે. આ સોંગમાં કિંજલ દવે નવા અવતારમાં જ જોવા મળી હતી.

8

અમદાવાદઃ ગુજરાતી ગીતોને પણ હવે લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ફેમસ સિંગર કિંજલ દવેનું કોઈ પણ નવું ગીત આવે એટલે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. હાલમાં તેનો એક નવો વીડિયો આલ્બમ રિલીઝ થયો છે જેને પણ લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. આ નવા આલ્બમનું નામ છે ‘ખાવા માટે પીઝા, વિદેશ જાવા માટે વિઝા’.

  • હોમ
  • Photos
  • અમદાવાદ
  • ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેનું આવ્યું નવું સોંગ, જાણો શું છે આ આલ્મબનું નામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.