હાર્દિક પટેલના ઉપવાસનો આજે 8મો દિવસ: જાણો પાટીદાર આગેવાનો કેમ પહોંચ્યા હાર્દિકને મળવા?
પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. હાર્દિકનું વજન સતત ઘટી રહ્યું છે અને સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. બે દિવસ જળ ત્યાગ કર્યા બાદ હાર્દિકે આજે સવારે એસ.પી.સ્વામીના હાથે પાણી પીધું હતું. જોકે હાર્દિકે પાણી ભલે પીધું પણ તે અન્ન લેશે નહીં અને ઉપવાસ ચાલુ રાખશે.
અત્યાર સુધી કોઈ નક્કર નિર્ણય થયો નથી. સમાજના આગેવાનો મધ્યસ્થીનો પ્રયાસ કરે છે. ઝઘડો આંદોલનકારી અને સરકાર વચ્ચે છે. પાણીનો ત્યાગ કર્યો હતો એટલે તેને પાણી પીવડવા આવ્યા હતા. આનો સુખદ ઉકેલ આવે તેવો સંસ્થાનો ઉદ્દેશ છે.
જેરામ બાપાએ જણાવ્યું હતું કે, સંસ્થામાં આંદોલનને સમર્થન કરવાનો ઠરાવ થયેલો છે. આંદોલનની માંગણીને લઈ અમે યુવાનોની સાથે સરકાર સાથે ચર્ચા કરીશું. આર્થિક માપદંડના ધોરણે વિચારવાની જરૂર છે. આંદોલન શરૂ થયું ત્યારથી મધ્યસ્થી તરીકે છું.
આજે સવારે જ હાર્દિક પટેલ જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિક પટેલને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધન થઈ શકે છે તેવા સંકેતો લાગી રહ્યા છે.
અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. બે દિવસ જળ ત્યાગ કર્યા બાદ હાર્દિકે આજે સવારે એસ.પી.સ્વામીના હાથે પાણી પીધું હતું. હાર્દિક પટેલના ઉપવાસના છેક આઠમાં દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસી છવાણી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે હાર્દિકને સાથે મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી.
ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ, તેમજ સીદસર સંસ્થાના પ્રમુખ જેરામ બાપા સહિત અન્ય સંસ્થાના આગેવાનો હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં હાર્દિક સહિત પાટીદારોએ ચર્ચા કરી હતી.