હાર્દિક પટેલના ઉપવાસને લઈને ગુજરાત પોલીસે કયા પાંચ શહેરોમાં લાગુ કરી 144, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે સરકારે ઉપવાસ આંદોલન માટે મંજૂરી નહીં આપી હોવાથી હાર્દિક પટેલ પોતાના ઘરેથી જ ઉપવાસ શરૂ કરવાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકના ઉપવાસ આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકના ઘરે પહોંચ્યા છે. આ પહેલા પણ કોંગ્રેસના 21 ધારાસભ્યોએ સરકારને ઉપવાસ આંદોલન માટે જગ્યા ફાળવવા રજૂઆત કરી હતી.
ગુજરાતના અમરેલી, જુનાગઢ, જામનગર, રાજકોટ અને અમદાવાદમાં 144 લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં તો પોલીસની રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. હાર્દિક પટેલના ઘર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એવું લાગે છે કે સમર્થકો કરતા પોલીસની સંખ્યા વધારે છે.
બીજી તરફ હાર્દિકના આંદોલનને સમર્થન આપવા માટે અમદાવાદ આવી રહેલા અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. જ્યારે હાર્દિક પટેલના ઘરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ: પાસ આગેવાન હાર્દિક પટેલ અનામતની માંગણી માટે આજથી આમરણાંત ઉપવાસ શરૂ કરે તે પેહલા ગુજરાતના પાંચ શહેરોમાં 144મી કલમ પોલીસે લાગુ કરી દીધી છે. રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -