હાર્દિક પટેલના માતા-પિતા અને બહેન ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા, જુઓ આ રહી તસવીરો
હાર્દિક પટેલ પોતાના લગ્ન હોવાથી રાસ ગરબામાં આનંદપૂર્વ ગરબે રમ્યો હતો. હાર્દિકની સાથે સાથે તેમના માતા-પિતા અને બહેને પણ ગરબા રમી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
વિરમગામ: પાસ નેતા હાર્દિક પટેલના લગ્ન તેમની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે થવા જઈ રહ્યા છે. જેના માટે બન્નેના પરિવારજનો દિગસર પહોંચ્યા છે. જોકે લગ્નની આગલી રાત્રે હાર્દિક પટેલના ઘરે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં હાર્દિક પટેલ સહિત પરિવારના લોકો રાસ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા.
હાર્દિક અને કિંજલ ફક્ત નિકટના લોકો અને પરિવાર મળીને કુલ 350 જેટલા લોકોની હાજરીમાં ખૂબ જ સાદગીથી લગ્ન કરશે. લગ્ન વિધિ કુળદેવી માતાના મંદિરે પાટીદાર રીત રિવાજ મુજબ થશે.
હાર્દિકના લગ્નના રાસ ગરબામાં પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ ગરબામાં જોડાયા હતા. હાર્દિક અને કિંજલ બંને 27 જાન્યુઆરી એટલે આજે સુરેન્દ્રનગરના દિગસર ગામે તેમના કુળદેવીના મંદિરમાં લગ્નગ્રંથિથી જોડાશે જેના માટે બન્નેના પરિવારજનો ત્યાં પહોંચી ગયા છે.