24 કલાક માટે પોલીસને હટાવી દો પછી જુઓ આંદોલનમાં કેટલા લોકો આવે છે, જાણો ક્યા પાટીદારે આપ્યું આ નિવેદન
મોડી સાંજે કોંગ્રેસના 28 ધારાસભ્યો હાર્દિકને મળ્યા હતાં અને ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો જ્યારે બપોરે એકલ-દોકલ કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકને મળ્યા હતાં. કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે, પોલીસ દ્વારા સમર્થકોને આંદોલનમાં આવતાં રોકવામાં આવી રહ્યા છેય મોડી સાંજે રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
હાર્દિકે દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશથી 300 ગાડીમાં લોકો બેસીને ઉપવાસી છાવણીની મુલાકાતે આવી રહ્યા છે. થર્ટ ફ્રન્ટના નેતા શરદ યાદવના પ્રતિનિધિ તરીકે એલજેડીના મુંબઈના ધારાસભ્ય કપિલ પાટિલે હાર્દિકની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ઉપવાસ પર બેઠેલી વ્યક્તિને ન મળવા દેવાની સ્થિતિ મેં પહેલીવાર જોઈ છે. આમાં પોલીસનો નહીં પર ગુજરાતમાં બેઠેલી કથપૂતળી સરકારનો વાંક છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 24 કલાક માટે પોલીસને હટાવી દો પછી જુઓ આંદોલનમાં કેટલા લોકો જોડાય છે. પોલીસે મારા ઘરની હાલત જેલથી પણ બદતર કરી નાખી છે. તેણે ટોણો મારતા કહ્યું હતું કે, કપાસમાં ઈયળ, મગફળીમાં મુંડા અને ગાંધીનગરમાં ગુંડા આવી ગયા છે. મારા ઘરની બહાર પોલીસ લગાડી છે તે ગુજરાતમાં લગાડે તો ક્યાંય દારૂનું એક ટીપું પણ ન મળે. તેણે ગામડે ગામડે ઉપવાસ પર બેસવા લોકોને આહ્વાનું કર્યું હતું.
એસજી હાઈવે નજીક આવેલ ગ્રીનવુડ રિસોર્ટ અને તેની આસપાસના ખેડતો ખરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. તો ગ્રીનવુડની બહાર હાર્દિકને મળવા આવતાં મુલાકાતીઓની પોલીસની કડક પૂછતાછનો સિલસિલો પણ જૈસે થે જેવો જ રહ્યો છે. સોલા સિવિલના તબીબોની ટીમે હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરી હતી જેમાં તબીયત સ્થિર હોવાનું જણાવ્યું હતું. ત્રીજા દિવસે છાવણીમાં બેઠેલા લોકોની સંખ્યા 100થી ઘટીને 25થી 30 પર પહોંચી હતી.
અમદાવાદ: ગુજરાતમાં પાટીદારોને અનામત તેજમ ખેડૂતોના દેવામાફીની માગ સાથે હાર્દિક પટેલે શરૂ કરેલા આમરણાંત ઉપવાસને ત્રીજો દિવસ થયો છે, સોમવારે હાર્દિકને મળવા કોંગ્રેસના ધારાસભ્યો તેમજ અન્ય પાટીદાર સમર્થકો ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતાં.