ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે કાતિલ ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
નોંધનીય છે કે કાતિલ ઠંડીના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડે તેવી શક્યતા છે. જ્યારે 11.2 ડિગ્રી સાથે ડીસા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસ કાતિલ ઠંડે તેવી શક્યતા છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, 12:30થી 4:30 વાગ્યા સુધી પવનની ઝડપ પ્રતિ કલાક 30 કિલોમીટર રહી હતી. જ્યારે બપોરે અઢી વાગ્યે ઝડપ વધીને 36થી કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. અમદાવાદનું લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી, ગાંધીનગરનું 11.2 ડિગ્રી, વડોદરાનું 14.2, સુરતનું 17.6 અને રાજકોટનું 14.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
ગુરુવારે અમદાવાદ-ગાંધીનગરમાં સૂસવાટા મારતો પવન ફૂંકાવો શરૂ થયો હતો. જેના કારણે ખુલ્લા મેદાનોમાં ધૂળની ડમરીઓ ચડી હતી. વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની કે રૂમાલ બાંધવાની ફરજ પડી હતી. અચાનક ઠંડી વધવાથી લોકોને ફરી ગરમ કપડાંમાં લપેટાવું પડ્યું હતું.
બે દિવસથી ગરમીનું વાતાવરણ હતું જે અચાનક જ ગાયબ થઈ ગયું અને ઠંડીનું પ્રમાણ અચાનક વધી ગયું હતું. આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદ: ગુજરાત અને રાજસ્થાન ઉપર છવાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લામાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો.