ખંભાળિયામાં 16.5 ઈંચ વરસાદથી જામનગર રિલાયન્સ રિફાઈનરીમાં પાણી જ પાણી, કારો તરવા લાગી, આવી છે તસવીરો
રેલ્વે સ્ટેશન, ચાર રસ્તા, ગોવિંદ તળાવ, મહાપ્રભુજીની બેઠક સહિતના નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ભારે વરસાદથી અનેક માર્ગો ધોવાઈ ગયા હતા અને વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંતે મુશળધાર મેઘસવારી આવી પહોંચી હતી. ખંભાળિયામાં ગઈકાલે મધરાતથી વરસાદ ચાલુ થયો હતો. 15 ઈંચ વરસી જતાં જળબંબોલ સ્થિતિ સર્જાઈ હતી.
મંગળાવારે સૌથી વધુ ખંભાળિયામાં 15 ઈંચ તો કોડીનાર, માણાવદર, ડોળાસામાં ૧૩ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
રેલ્વે ટ્રેકના ધોવાણના કારણે 40 જેટલી ટ્રેનો અને રસ્તા-પુલ ધોવાતા મોટાભાગની એસ.ટી. બસો પણ આજે કેન્સલ થઈ હતી. વરસાદનું જોર ઘટતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો અને રાહત-બચાવ કામગીરી તેજ કરી હતી.
જોકે ભારે વરસાદના કારણે જામનગર રિલાયન્સ રિફાનરીમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે પાર્ક કરેલ કાર પાણીમાં તરવા લાગી હતી. ભારે વરસાદના કારણે કમરસમા પાણી ભરાઈ ગયા હતાં.
ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી બાદ જામનગર અને દ્વારકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેમાં ખંભાળિયામાં 16.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના ખંભાળિયાના આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતાં.
પરિણામે સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં 1200 લોકોનાં સ્થળાંતર કરાયા હતા અને પાણી વચ્ચે ફસાયેલા 264થી વધુ લોકોનાં રેસ્ક્યુ કરાયા હતા. જોકે ખંભાળિયામાં 16.5 ઈંચ વરસાદ ખાબકતો સમગ્ર જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
જામનગર: સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહેલી મેઘમહેર મંગળવારથી મેઘકહેર થવા લાગી છે. જૂનાગઢ, સોમનાથ અને દ્વારકા જિલ્લામાં વધુ 15 ઈંચ સુધીનો વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.