મુંબઈના રસ્તા પર ઓટો રિક્ષા ચલાવતો જોવા મળ્યો હોલિવૂડનો આ સ્ટાર, જુઓ Pics
આ ઉપરાંત વિલ સ્મિથે ટાઈગર શ્રોફ સ્ટારર ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’માં ટાઈગર, અનન્યા પાંડે અને તારા સુતારિયા સાથે એક ગીતનું પણ શૂટિંગ કર્યું હતું. જેની કેટલીક તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....
આ પહેલા વિલ સ્મિથે દિલ્હીમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તે કોફી વિથ કરણના સેટ પર પહોંચ્યો હતો. જ્યાં કરણ જોહર અને રણવીર સિંહ હાજર હતા.
વિલ સ્મિથે ઓટોની સવારી તો કરી જ સાથે પોતે પણ ડ્રાઈવર બન્યો હતો. તેની આ હરકતને લોકોએ કેમેરામાં કેદ કરવા પડાપડી કરી હતી.
વિલ સ્મિથે મુંબઈના રસ્તા પર રીક્ષા જલાવતા જોઈને લોકોને વિશ્વાસ જ થયો ન હતો. પરંતુ રિક્ષા ચલાવતા વિલ સ્મિથના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
મુંબઈઃ ‘મેન ઇન બ્લેક’, ‘બેડ બોય્ઝ’ અને ‘હેનકોક’ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લાખો કરોડો દિલો જીતનાર હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથ હાલમાં ચર્ચામાં છે. સ્મિથને મુંબઈની ગલીઓમાં ઓટો ચલાવતા જોવા મળ્યો છે. વિલ સ્મિથનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ હ્યો છે. આ પહેલા તેણે બોલિવૂડ કલાકર ફરહાન અખ્તરની સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. તે ફરહાન અખ્તરની સાથે એક સ્ટેજ પર ભાંગડા કરાતં જોવા મળ્યા હતા.