સોશલ મીડિયા પર નવા લુકમાં વાયરલ થઈ હનીપ્રીતની આ તસ્વીરો!
જણાવી દઈએ કે, ડેરામાં હનીપ્રીત એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે રામ રહીમના સૌથી વધુ નજીક રહેતી હતી. તે પડછાયાની માફક રહેતી હતી. તે રામ રહિમના નાની મોટી વસ્તુથી લઈને તમામ બાબતો ધ્યાન રાખતી હતી.
હનીપ્રીત પર આરોપ છે કે, તે રામ રહિમને ભગાડવાનો પ્લાન બનાવી રહી હતી. હવે પોલીસે હનીપ્રીત વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી છે.
આ તસવીરોમાં હનીપ્રીતના હેરસ્ટાઈલ કે કપડા બદલીને નકલી ફોટા બનાવી શેર કરવામાં આવી રહ્યા છે.
હરિયાણા પોલીસના ટારગેટ લિસ્ટમાં હનીપ્રીતનું નામ પર સૌથી ઉપર છે. પોલીસે ઢોંગી બાબની દત્તક પુત્રીના કાવતરા પરથી પડદો ઉઠાવી દીધો છે.
જેલમાં બંધ રામ રહીમની માનીતી પુત્રી હનીપ્રીત હાલમાં સોશલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે અને તેના પર શેરો સાયરી, જોક્સ બનાવી રામ રહીમ અને હનીપ્રીતના કથિત સંબંધને લઈને મજાક બનાવી રહ્યા છે. ત્યારે ફેસબુક પર અનેક ફોટા પણ શેર થઈ રહ્યા છે. જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, આ હનીપ્રીતનો નવો રૂપ છે. જુઓ કેટલીક તસવીરો જે શેર થઈ રહી છે અને તેની હકીકત શું છે.
સૂત્રો પ્રમાણે રાજ મુરાદ રામ રહીમની ભૂમિકા કરશે જ્યારે આઈટમ નંબર માટે જાણીતી રાખી સાવંત હનીપ્રીતની ભૂમિકા કરશે.
હનીપ્રીત ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમના વિવાદિત જીવન પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે.
પરંતુ તમને જણાવી દઈએ કે આ તમામ તસવીરો એડિટ કરેલી છે અને તેને એડિટીંગ સોફ્ટવેરથી સરળતાથી બનાવી શકાય છે.
આ તમામ તસ્વીરો ફેસબુક પર શેર કરવામાં આવી રહી છે, જેને લઈને કહેવામાં આવી રહ્યુ છે કે, આ હનીપ્રીતની નવી ચાલ છે અને તે આ વેશ ધારણ કરી રહી છે. જેથી તેની ઓળખ ન થઈ શકે.