નવા Funky લુકમાં આવશે Hyundai i20 SUV, જાણો કિંમત અને ફીચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર Hyundai ક્રેટાની સરખાણીમાં થોડી નાની હશે, પરંતુ તેની અંદર ઘણી જગ્યા આપવામાં આવી છે. અમુક ફેરફારને છોડીને તેનું ઈન્ટિરિયર ક્રેટા જેવું રાખવમાં આવ્યું છે. આગળ જુઓ આ કારના ઈન્ટિરિયર અને એક્સટિરિયરની તસવીરો.......
Hyundai એ i20 SUVને ફન્કી લુક આપવા માટે તેના ઈન્ટિરિયર અને એક્સટિરિયર બન્નેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ SUVમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક બન્ને ટ્રાન્સમિશન ઓપ્શન હશે. આ કારનું માઈલેજ 12kmpl થી 16kmpl હશે અને તેની કિંમત રૂ. 8 લાખથી રૂ. 14 લાખ હશે તેવું અનુમાન કરાઈ રહ્યું છે.
જ્યારે 1.4 લીટર MPI N/A ડીઝલ એન્જિનમાં ચાર સિલિન્ડર હશે. આ ઉપરાંત 1.6 લીટર CRDi ડીઝલ એન્જિનનું ઓપ્શન પણ હશે.
નવા ઈન્ટિરિયર અને એક્સટિરિયરમાં આવનાર આ SUVમાં એન્જિન 20017 i30નું લગાવવામાં આવશે. આ કારમાં 1 લીટર T GDI ટર્બો પેટ્રોલ એન્જિન હશે, જેમાં ત્રણ સિલિન્ડર હશે.
નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી ઓટોમોબાઈલ નિર્માતા હ્યુન્ડાઈ કંપની ભારતમાં i20 SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે, હેચબેક પર પકડ મજબૂત કર્યા બાદ Hyundai SUV માર્કેટ પર પણ પોતાની પકડ મજબૂત કરવા માગે છે. જોકે, અત્યાર સુધી કંપની તરફતી આ અપકમિંગ એસયૂવી વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -