✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતે ઓસ્ટ્રેલિયામાં જીતી આઠમી ટેસ્ટ, જાણો ક્યારે ક્યારે મેળવ્યા વિજય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Dec 2020 12:12 PM (IST)
1

2019 ડિસેમ્બરમાં મેલબર્નમાં રમાયેલી મેચમાં ભારત તરફથી મયંક અગ્રવાલે ડેબ્યૂ કર્યુ હતું. આ મેચમાં 399 રના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયા 261 રનમાં સમેટાઈ ગયું હતું. પુજારા, કોહલી, રોહિત શર્માએ શાનદાર દેખાવ કર્યો હતો

2

2018માં 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરના રોજ રમાયેલી એડિલેડ ટેસ્ટમાં ભારતે 31 રનથી જીત મેળવી હતી. પુજારા, રહાણે, બુમરાહ, અશ્વિન, શમી, ઈશાંત શર્માએ શાનદાર દેખાવ કર્યો હતો.

3

2008માં જાન્યુઆરીમાં પર્થમાં રમાયેલી મેચમાં 72 રનથી હરાવ્યું હતું. ઈરફાન પઠાણ, આરપી સિંહ, સેહવાગ, લક્ષ્મણ, દ્રવિડ, તેડુંલકર આ મેચના હીરો હતા. આ ભારતની ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમતી વખતે માત્ર પાંચમી જીત હતી.

4

2003માં 12 ડિસેમ્બરથી 16 ડિસેમ્બરના રોજ એડિલેડમાં રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું હતુ. આ મેચમાં દ્રવિડ હીરો હતો. પ્રથમ ઈનિંગમાં 233 અને બીજી ઈનિંગમાં 72 રન બનાવી ભારતને મેચ જીતાડી હતી. જે ભારતની ઓસ્ટ્રેલિયામાં ચોથી ટેસ્ટ જીત હતી.

5

1981માં 7 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી દરમિયાન મેલબર્નમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી હતી. જે ભારતનો ઓસ્ટ્રેલિયામાં માત્ર ત્રીજો ટેસ્ટ વિજય હતો. આ મેચમાં કપિલ દેવ, ગાવસ્કર, ચેતન ચૌહાણ, દિલીપ દોષએ શાનદાર દેખાવ કર્યો હતો.

6

ભારત બીજી ટેસ્ટ જાન્યુઆરી 1978માં જીત્યું હતું. સિડનીમાં 7 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી, 1978 દરમિયાન રમાયેલી મેચમાં ભારત ઈનિંગ અને ર રનથી જીત્યું હતું.

7

ભારત ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ 1977-78માં જીત્યું હતું. મેલબર્નમા રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 222 રનથી હરાવ્યું હતું. સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, ગુડપ્પા વિશ્વનાથ, બિશન સિંહ બેદી, ચંદ્રશેખર આ ટીમના સભ્યો હતો.

8

મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે. ભારત ઓસ્ટ્રેલિયામાં રમેલી કુલ ટેસ્ટમાંથી 8 મેચ જીત્યું છે. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)

  • હોમ
  • Photos
  • ક્રિકેટ
  • ભારતે ઓસ્ટ્રેલિયામાં જીતી આઠમી ટેસ્ટ, જાણો ક્યારે ક્યારે મેળવ્યા વિજય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.