મુંબઇઃ ફેમસ કૉમેડિયન જૉની લિવરની દીકરી અને સ્ટેન્ડઅપ કૉમેડિયન જેમી લિવરે હાલમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. જેમી લિવરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફેશન સંબંધી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ફેશન દિવા લાગી રહી છે. આ તસવીરોમાં જેમી એકદમ હૉટ લાગી રહી છે. જેમી એક સ્ટેન્ડઅપ કૉમેડિયન છે, તેને એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતુ કે, મારો જન્મ મુંબઇમાં થયો, પણ કૉમેડિયન તરીકે મારો જન્મ લંડનમાં થયો છે. મારા પિતા જ્યારે બ્રિટન પ્રવાસે હતા ત્યારે તેમને મને સ્ટેન્ડઅપ કૉમેડિયન બનાવી હતી. તે સમયે હુ માર્કેટિંગ જૉબમાં હતી. પણ ત્યારબાદ મે મારી કૉમેડિયનની સફર શરૂ કરી દીધી હતી.