મનાલીમાં આવું આલિશાન છે બોલિવૂડની ‘ક્વીન’નું ઘર, જુઓ Inside Pics
કંગનાનું આ ઘર પહાડો પર આવેલું છે. જેથી ઘરમાંથી જ શાનદાર નજારો પણ જોઈ શકાય છે. આ ઉપરાંત બેડને રાફ લોરેનના હોમ કલેક્શનમાંથી લેવામાં આવ્યું છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....તમામ તસવીરો ટ્વીટર પરથી સાભાર...
એન્ટ્રન્સ એરિયામાં પણ અનોખી આઈટમો લટકાવવામાં આવી છે. જે ઘરને શાનદાર ઉઠાવ આપે છે. મહેમાનોના બેડરૂમને ઓરેન્જ લેનનો ડિઝાઈન કરવામાં આવ્યો છે.
કંગનાના ઘરની દિવાલો પર મુંબઈ અને ચોરબજારમાંથી ખરીદાયેલું કસ્ટમાઈઝ પીસ લગાવવામાં આવ્યું છે.
આ મેગેઝિનના જણાવ્યાનુસાર કંગનાના બેડરૂમમાં ક્લાસિકલ આર્મચેર અને જયપુરી રગ્સ કાર્પેટ રાખવામાં આવ્યાં છે.
ઋચા બહલ એક સેલિબ્રિટી ઈન્ટિરિયર ડિઝાઈનર છે. જે ડિરેક્ટર વિકાસ બહલની પત્ની છે. વિકાસ બહલે જ કંગના રનૌતની સુપરહિટ ફિલ્મ ‘ક્વીન’ને ડિરેક્ટ કરી હતી. ઋચા બહલે માત્ર કંગનાનું જ નહિ પણ આલિયા ભટ્ટનું ઘર પણ ડિઝાઈન કર્યું છે.
તસવીરમાં 5 બેડરૂમવાળા ઘરમાં કંગનાનો રૂમ એકદમ ખાસ છે. કારણ કે કંગના હિમાચલ પ્રદેશની જ છે માટે તેના ઘરમાં આ પહાડી રાજ્યની ઝલક જોવા મળી રહી છે. તમને જણાવીએ કે કંગનાએ આ નવા ઘરને ઇન્ટીરિયર ડિઝાઈનર ઋચા બહલની મદદથી નવો લુક આપ્યો છે.
નવી દિલ્હીઃ કંગના રનૌતના મનાલીવાળા ઘરની તસવીરો સામે આવી છે. કંગનાએ પોતાના આ બંગલાની તસવીર આર્કિટેક્ચુઅલ ડાઈજેસ્ટ ઇન્ડિયા મેગેઝીના મે ઈશ્યૂમાં બતાવી.