સુરત: માત્ર કાગળ પર બતાવી 7 ખેત તલાવડી, ACBએ 2 અધિકારીઓની કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jul 2018 12:43 PM (IST)
1
સુરત: સુરતમાં ખેત તલાવડી કૌભાંડમાં વધુ બે આરોપીઓની ACBએ ધરપકડ કરી છે. ખેંગાર ગઢવી અને બાબુલાલ પટેલની ACBએ ધરપકડ કરી છે. ACB એ 4.60 લાખ કબજે કર્યા છે.
2
ખેત તલાવડીના ભ્રષ્ટ્રાચારમાં એંટી કરપ્શન બ્યુરોએ 11 લોકો સામે ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં કુલ બે મદદનીશ નિયામક સહિત 11 લોકોએ ખેત તલાવડીના નામે 20 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ઉલ્લેખ છે.
3
સુરતના માંગરોળના લવેટ ગામે 12માંથી 7 તલાવડી માત્ર કાગળ પર જ બની હતી. જેમના ખેતરમાં જેમના નામ પર તલાવડી બતાવવામાં આવી છે તેમાંથી પાંચ ખેડૂતોનું અસ્તિત્વ જ નથી. હાલ આ કૌભાંડમાં ACBએ બે અધિકારીની ધરપકડ કરી છે.