RJ હતા જાપાનના વડાપ્રધાનની પત્ની, ખેતરમાં જાતે કરે છે કામ
સમાજસેવિકા અબે પોતાના ખુલા વિચારો માટે પણ જાણીતી છે અને તે અનેકવાર એલજીબીટી સમુદાયનું પણ સમર્થન કરતી નજર આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2011 માં તેણે રિક્કયો યૂનિવર્સિટીમાંથી સોશલ ડિઝાઈન અભ્યાસમાં માસ્ટરની ડિગ્રી લીધી.
અકી અબે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
જાપાનના વડાપ્રધાન શિંઝો અબે ભારતની યાત્રા પર છે. આ યાત્રા પર તેમની પત્ની અકી અબે પણ સાથે આવી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અબેના રોડ શો સમયે તેમની પત્ની પણ સાથે હતી અને ફોટો પાડતી નજર આવી હતી. અબેની આ યાત્રા પર તેની પત્નીની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. જાણો જાપાનના વડાપ્રધાનની પત્નીની કેટલીક રસપ્રદ વાતો.
અકી અબે 1990માં રેડિઓ ડિસ્ક જોકી તરીકે પણ કામ કર્યું હતું અને તે બ્રોડકાસ્ટ દુનિયામાં ખૂબજ લોકપ્રિય હતી અને તેને અક્કીના નામથી ઓળખાતી હતી.
અબે પ્રધાનમંત્રી બન્યા બાદ તે ટોક્યોમાં એક ઑર્ગેનિક ફાર્મ પણ ચલાવે છે, પરંતું તે મેનેજમેન્ટમાં ભાગ લેતી નથી.
જાપાનની પ્રખ્યાત કંપની મોરિનગા એન્ડ કંપનીના પ્રેસિડેંટના ઘરે જન્મેલી અકી અબેએ એસએચપીટી કોલેજથી ગ્રેજ્યુટ કર્યું છે. શિંઝો અબે સાથે લગ્ન પહેલા અકીએ અનેક કંપનિઓમાં કામ કર્યું છે.
વડાપ્રધાન શિંઝો અબે અને અકી અબેએ 1987માં લગ્ન કર્યા હતા અને તેમનું કોઈ બાળક નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -