નવ્યા નવેલી સાથે મૂવી ડેટ પર ગયેલ 'મિસ્ટ્રી બોય' છે આ દિગ્ગજ એક્ટરનો પુત્ર...જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઇએ કે, મિઝાન બોલિવુડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે, નવ્યા હાલમાં પબ્લિક એપિયરન્સ અને પોતાના ટ્રેન્ડી લૂકને કારણે ચર્ચામાં છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો....
સૂત્રોનુસાર, આ મિસ્ટ્રી બૉય બીજુ કોઇ નહી પણ એક્ટર જાવેદ જાફરીનો દિકરો મિઝાન હતો. તે નવ્યાનો ખાસ ફ્રેન્ડ છે. નવ્યા અને તેનો આ ફ્રેન્ડ બંને એક જ ગ્રુપમાં છે, અને તેમનું આ ગ્રુપ ઘણી વાર સાથે ફરવા પણ જાય છે.
આશ્ચર્યની વાત એ છે કે તે સમયે તે મિસ્ટ્રી બૉયએ તેનો ફેસ છુપાવી રાખ્યો અને ત્યાંથી નીકળી ગયો હતો. નવ્યની સાથએ આ મિસ્ટ્રી બૉય કોણ છે તે જાણવા માટે લોકોમાં ખાસ્સી ઉત્સુકતા હતી. જોકે, હવે તે ઉત્સુકતાનો અંત આવ્યો છે, અને નવ્યાની સાથેના મિસ્ટ્રી બૉયની ખબર પડી ગઈ છે.
અહેવાલ અનુસાર નવ્યા જે મિસ્ટ્રી બોય સાથે હાલમાં નજર આવી હતી તે જાણીતા બોલીવુડ એક્ટર જાવેદ જાફરીનો દીકરો મિજાન છે. જણાવીએ કે મુંબઈના જુહૂમાં નવ્યા અને તેના બોયફ્રેન્ડ મિજાનને PVRની બહાર જોવા મળ્યા હતા અને આ દરમિયાન બન્ને કેમેરામાં કેદ થઈ ગયા હતા.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દિકરી શ્વેતા નંદાની દિકરી નવ્યા નવેલી નંદા ઘણી વખત ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક ફ્રેન્ડ્સની સાથે પાર્ટીને લઇને તો ક્યારેક પોતાના ડ્રેસિંગને કારણે નવ્યા ચર્ચામાં રહેતી હોય છે. હવે તે વ્યકિતની ખબર પડી ગઇ છે, જેની સાથે પોતાની ફોટોઝને લઇને નવ્યા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -