સુરતમાં કામરેજ ભાજપના કયા ધારાસભ્યને લોકોએ ઊભી પૂંછડીએ ભગાડ્યા, જુઓ આ રહી તસવીરો
કોંગ્રેસે લોકોને ઉશ્કેર્યા હતાં. જોકે અમે સમજાવવા ગયા હતાં ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર પણ હાજર હતા અને લોકોને ઉશ્કેરતાં વાતાવરણ ગરમ થયું હતું. પરંતુ થપ્પડ મારી તે વાત તદ્દન ખોટી છે.
તે દરમિયાન ધારાસભ્ય ઝાલાવડિયા આ વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પોલીસની હાજરીમાં જ તેનો હુરિયો પણ બોલાવ્યો હતો. સમગ્ર ઘટના અંગે કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાએ જણાવ્યું હતું કે, રસ્તો બંધ થઈ જશે તેવા ઊલટા ચશ્માં લોકોને કોંગ્રેસે પહેરાવ્યા હતાં.
જેના કારણે પોતાની કાર મૂકી ધારાસભ્યને બાઈકમાં ભાગવાનો વારો આવ્યો હતો. આ ઘટના બની ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી. સીમાડા વિસ્તારમાં રસ્તા અને પાણીની લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે.
સુરતઃ કેટલાંક બિલ્ડરોને ફાયદો કરાવવા માટે સોસાયટીની રસ્તાના કામમાં દખલગીરી કરનારા કામરેજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાને ઉશ્કેરાયેલી મહિલાઓએ હુરિયો બોલાવ્યો હતો જેના કારણે ધારાસભ્યને ત્યાંથી ભાગવું પડ્યું હતું.