Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
લોક રક્ષણ ભરતીનું પેપર લીક થતાં અમિત ચાવડાએ શું કહ્યું? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનાના પગલે તેમણે જાહેરમાં માફી પણ માંગી હતી. આ સમયે તેઓ ભાવુક પણ થઈ ગયા હતા અને આંખમાં આસું પણ આવી ગયા હતાં. આ ઘટનાના પગલે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર ભારે કટાક્ષો કર્યાં હતાં. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ભાજપ ઉપર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષા મોકુફ થવાના પગલે સરકારે પોતે પણ મીડિયા સામે આવીને માફી માંગવી જોઈએ.
અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, પરીક્ષા મોકુફ થવાથી પરીક્ષાર્થીઓને થયેલા આર્થીક નુકસાન પણ સરકારે આપવું જોઈએ. સારી વ્યવસ્થા ઉભી થવી જોઈએ. કોઈ પણ જાતની ગેરરીતી ન થવી જોઈએ અને જે પણ જવાબદાર હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.
વારંવાર આવ પ્રકારની પરીક્ષાઓ મોકૂફ થવાની ઘટાનાઓના પગલે જે તે ખાતાના મંત્રીઓએ પણ જવાબદારી સ્વીકારવી રાજીનામું આપવું જોઈએ. મંત્રીઓ નેતાઓએ બીજા કાર્યક્રોમમાં રસ દાખવ્યા સીવાય આવા પ્રકારની પરીક્ષાઓમાં પણ રસ દાખવવો જોઇએ.
ગુજરાતમાં લોક રક્ષકની ભરતી માટે લેખીત પરીક્ષા યોજવામાં આવી હતી. જોકે પરીક્ષા ચાલુ થાય તે પહેલાં જ પેપર લીક થતાં મોકુફ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ ભરતી બોર્ડના એડિશનલ ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -